પ્રેમી પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ: અમદાવાદમાં જાહેરમાં જ યુવકનો ઢીમ ઢાળી દીધો

અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં એક જ દિવસમાં અલગ અલગ 3 હત્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અમદાવાદના મેઘાણીનગરમાં ફિયાન્સએ પૂર્વ ફિયાન્સની હત્યા કરી નાખી…

અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં એક જ દિવસમાં અલગ અલગ 3 હત્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અમદાવાદના મેઘાણીનગરમાં ફિયાન્સએ પૂર્વ ફિયાન્સની હત્યા કરી નાખી છે.જાહેરમાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના રામેશ્વરમાં હિતેશ પટણી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘણીનગર પોલીસે હિતેશ પટણીની હત્યાના સમાચાર મળતાની સાથે જ ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે, મૃતક હિતેશ પટણીની સગાઈ પિંકલ નામની યુવતી સાથે થઇ હતી.

અંગત કારણોસર થોડા સમય પહેલા જ સગાઈ તોડી નાખવામાં આવી હતી. ત્યારે પિંકલની બીજી સગાઈ અપ્પુ પટણી નામના યુવક સાથે થઇ હતી. નવા ફિયાન્સને શંકા હતી કે, પોતાની ભાવિ પત્ની પિંકલને સગાઈ તોડયા બાદ પણ મૃતક હિતેશ સાથે સબંધ છે. જેના કારણે મંગળવારે બપોરે આરોપી અપ્પુ પટણી મૃતક હિતેશ પટણીના ઘર પાસે આવ્યો હતો.

અપ્પુ પટણીની સાથે તેના અન્ય 3 મિત્રો પણ આવ્યા હતા. ત્યારબાદ અપ્પુ પટણીએ મૃતક હિતેશ પટણીને તેના ઘરની બહાર બોલાવ્યો હતો અને ત્યારબાદ જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હિતેશની હત્યા કરવામાં આવી હતી. હિતશે પર હુમલો કર્યા પછી આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. મેઘાણીનગર પોલીસે આરોપી અપ્પુ પટણી સહિત અન્ય વ્યક્તિઓ વિરુધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. ત્યારે હાલ પોલીસ આરોપીઓને શોધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *