કોરોના વાયરસનો ચેપ સંક્રમિત વ્યક્તિનાં જાહેરમાં થુંકવાના કારણે ફેલાતો હોવાની શક્યતા સેવાયેલી છે. જેથી જાહેરમાં થુંકવા ઉપર રવિવારનાં 15 માર્ચનાં રોજ સરકારે પ્રતિબંધ મૂક્યો છે એટલે કે સરકારે જાહેરમાં જે પણ વ્યક્તિ જાહેરમાં થુંકશે તેની પાસેથી હવે 500 રૂપિયા દંડ લેવામાં આવશે. રવિવારનાં રોજ જાહેરમાં થુંકનારા વ્યક્તિઓને આરોગ્ય ખાતાની ટીમ દ્વારા પકડી પકડીને દંડ વસુલવામાં આવ્યો છે. શહેરનાં અઠવા ઝોન વિસ્તારનાં ગૌરવપથ, ડૂમસ રોડ સહિત સેન્ટ્રલ ઝોનનાં રેલવે સ્ટેશન-બસ સ્ટેશન, ચોક સહિતનાં વિસ્તારમાંથી મળીને કુલ 200થી વધુ વ્યક્તિઓને જાહેરમાં થુંકતા પકડવામાં આવ્યાં હતાં અને વ્યક્તિ દીઠ 250 રૂપિયા મુજબ 50 હજારથી પણ વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકની માહિતી આપતા રાજ્યનાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોરોના વાઈરસ સામે તકેદારી અને સાવચેતીનાં આગોતરા પગલાંરૂપે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
આ અનુસંધાનમાં હવે સોમવારનાં રોજ આજથી રાજ્યમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બે અઠવાડીયા સુધી બંધ રહેશે ઉપરાંત આંગણવાડી પણ બંધ રહેશે. જ્યારે હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓ યથાવત રહેશે. ઉપરાંત સિનેમાઘરો, મોલ, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. તેમજ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં જાહેર સ્થળોએ થુંકવા પર પ્રતિબંધ લાગું કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો તેઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓને આગામી બે સપ્તાહ સુધી ધાર્મિક કાર્યક્રમો ન યોજવા અંગેનો પણ અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોના હવાથી ફેલાતો વાયરસ નથી. તેનું કદ મોટું હોવાથી તે હવામાં જલ્દીથી ફેલાય શકે નહિ. આમ છતાં કોરોના નો ભય બતાવીને તંત્ર જાણતા પાસેથી પૈસા ખંખેરતું હોય તેવું લાગી રહ્યું છે. સ્વચ્છતા જાળવવી નાગરિકોની જવાબદારી છે. પરંતુ તંત્ર એ પણ યોગ્ય કારણ માટે જ દંડ ઉઘરાવવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.