પાકિસ્તાનની તરફેણ સિદ્ધુને ભારે પડી, ‘ધ કપિલ શર્મા શો’માંથી કરાયો બહાર, જાણો એની જગ્યા એ કોણ આવશે

Published on: 11:06 am, Sat, 16 February 19

પુલવામાં થયેલ આતંકી હુમલા બાબતે નવજોત સિંહ સિદ્ધુ એ જે કમેન્ટ કરી એ તેને ખુબજ ભારે પડી. તેમેને ધ કપિલ શર્મા શો માંથી કાઢી નાખવામાં આવ્યા છે. ચેનલ વાળા એ નવજોત સિંહ સિદ્ધુજી ને રાજીનામું આપવા માટે કહ્યું છે. અને તેમની જગ્યાએ અર્ચના પુરણ સિંહ હવેથી આ શો માં જોવા મળશે અને આ વાત તેમણે પોતે જ જણાવી છે. અર્ચનાએ જણાવ્યું છે કે તેમણે શો ના બે એપિસોડ નું શુટિંગ પણ ચાલુ કરી દીધું છે.

તેની પહેલા ધ કપિલ શર્મા શો માં સિદ્ધુની હાજરી પર બેન લગાવવાની માંગ ચાલી રહી હતી. સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ ધ કપિલ શર્મા શો ની અંતર્ગત આ શો ને ત્યાં સુધી નહિ જોવાની અપીલ કરી રહ્યા છે જ્યાં સુધી સિદ્ધુ ને આમાંથી દુર નહિ કરવામાં આવે.

લોકો એટલા આક્રોશમાં હતા કે તેઓ સિદ્ધુ ને આ શો માં જોવા નું પણ પસંદ નથી કરવા ઈચ્છતા. અને તેથી દબાવમાં આવીને મેકર્સ ને એવો નિર્ણય લેવો પડ્યો અને સિદ્ધુ ને શો માંથી દુર કરવાનું કહેવું પડ્યું.

શું કહ્યું હતું સિદ્ધુ એ?

ગુરુવારે પુલવામાં સીઆરપીએફ જવાનો પર આતંકવાદી હુમલો થયો હતો જેમાં ૪૦ જવાન શહીદ થઇ ગયા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદએ લીધી હતી.

આ હુમલા પરથી પાકિસ્તાનને ક્લીન ચિટ આપણા સિદ્ધુ એ કહ્યું હતું કે ચંદ લોકોના કારણે આખા દેશને દોશી ના માની શકાય. આ કાયરના હરકત હતી અને હું પણ તેનો વિરોધ કરું છું પરંતુ હિંસા હંમેશા નિંદનીય છે અને જે પણ લોકોએ આવું કર્યું છે તેને સજા મળવી જોઈએ.

સિદ્ધુ ના દ્વારા કહેવાયેલ આવા શબ્દો ના કારણે લોકોએ તેનો વિરોધ દર્શાવ્યો હતો અને એ જ કારણથી ચેનલ માલિકે સિધ્ધુને શો છોડી દેવાની નોટીસ આપવી પડી, સિદ્ધુ સિંહ નવજોત ને ગુરુવારે પુલવામાં થયેલ આતંકી હુમલા બાબતે આવી રીતે જાહેર માં કમેન્ટ આપવા બદલ આટલી મોટી સજા મળી કે તેને આ શો માંથી રાજીનામું આપી દેવું પડ્યું. અને હવેથી તેના બદલે ધ કપિલ શર્મા શો માં અર્ચના પુરણ સિંહ જોવા મળશે.