હાલ ચાલી રહેલા કોરોના વાઇરસના કહેર વચ્ચે આખા દેશમાંથી ડરાવનારી તસવીરો અને કહાની સામે આવી રહી છે. પરંતુ આજરોજ મહારાષ્ટ્રના પુણેથી સામે આવેલા સમાચારે દરેકને હચમચાવી દીધા છે. અહીં પોલીસને 18 મહિનાનું બાળક મળ્યું છે, જે તેની માતાના મૃતદેહ પાસે બેઠો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ હતી કે, કોઇકે કોરોનાના કારણે મૃતદહ પાસે બેસેલા બાળકની મદદ પણ ના કરી. આ દરમિયાન બે મહિલા કોન્સ્ટેબલે આગળ આવી મદદ કરી હતી.
જાણવા મળ્યું છે કે, પિંપરી ચિંચવાડમાં સ્થિત એક ઘરમાં મહિલાના મૃતદેહ પાસે બાળક બેઠો હતો. મહિલાનું મૃત્યુ શનિવારે નિપજ્યું હશે તેવી આશંકા કરવામાં આવી રહી છે. ત્યારબાદથી બાળક મૃતદેહ પાસે ભૂખ્યો-તરસ્યો બેઠો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાના ડરના કારણે આ દરમિયાન કોઇ પણ બાળકની મદદ માટે આગળ ના આવ્યું. આખરે મકાન માલિકે જ પોલીસને માહિતી આપવી પડી.
સોમવારે ઘરમાં આવીને પોલીસે જોયું કે, ઘરમાં મહિલાનો મૃતદેહ પડ્યો છે અને બાળક તેની પાસે છે. ત્યારબાદ બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા બાળકની સંભાળ લેવામાં આવી અને તેને જમવાનું આપ્યું. કોન્સ્ટેબલ ગભાલે કહે છે કે, મારા પણ બે બાળક છે, એક 8 વર્ષનો અને બીજો 6 વર્ષનો. આ બાળક મારા બાળકની જેમ લાગ્યો. તેમણે જાણકારી આપી કે, બાળક ફટાફટ દૂધ પી ગયો. કારણ કે તે ભૂખ્યો હતો. કોન્સ્ટેબલ રેખાએ જણાવ્યું કે, બાળકને તાવ સિવાય કોઈ બીમારી નથી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, બાળકને જ્યારે અમે ડોક્ટર પાસે લઇ ગયા, ત્યારે તેને તાવ હતો. તેમણે અમને બાળકને જમાડવાનું કીધું. બાળકને બિસ્કિટ અને પાણી આપ્યા પછી અમે તેને કોરોના ટેસ્ટ માટે સરકારી હોસ્પિટલ લઇ ગયા. સારા સમાચાર એ છે કે બાળકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તેને સરકારી શિશુ-ગૃહમાં મોકલી દેવામાં આવ્યો. જોકે, મહિલાની અટોપ્સી દ્વારા તેના મૃત્યુ પાછળનું કારણ જાણવાનું બાકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.