સવાર સવારમાં ચાલવા નીકળેલા વ્યક્તિને બેકાબુ કારે દડાની જેમ ફંગોળ્યા- CCTV વીડિયો જોઈને રૂંવાટા બેઠા થઇ જશે

મહારાષ્ટ્ર(Maharashtra): પુણેમાં પિંપરી-ચિંચવાડ વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતના સનસનાટીભર્યા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં કેદ થયેલા અકસ્માતને જોઈને દરેકના રૂંવાટા ઉભા થઈ જશે.

પુણે ખાતે આવેલ પિંપરી-ચિંચવાડમાં, એક ઝડપી કારે એક વ્યક્તિને બેરહેમીપૂર્વક ટક્કર મારી હતી જ્યારે તે રોડ પર મોર્નિંગ વોક કરી રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, માણસ હવામાં કેટલાય ફૂટ ઊંચો પટકાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માતમાં વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના 5 માર્ચે સવારે 6 વાગ્યે બની હતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે પૂણે પોલીસ આરોપી કાર ચાલકને શોધી રહી છે. આ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. વ્યક્તિને માથા અને પગમાં ગંભીર ઈજાઓ છે.

અકસ્માતનો ભોગ બનનારનું નામ બલીરામ બાબા ગઢવે છે અને તેની ઉંમર 50 વર્ષ છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બલીરામ ગઢવે 6 ફૂટ કૂદીને નીચે પટકાયા હતા, જેના કારણે તેમને માથા, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ ઘાયલ બલિરામ નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અજાણ્યા કાર ચાલક સામે નોંધ્યો ગુનો
આ અંગે વાકડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પુણેમાં પિંપરી-ચિંચવડના બીઆરટી રોડ પર આ અકસ્માત થયો હતો. વાકડ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે કલમ 279, 338, 184, 132 (એ) હેઠળ ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *