મહારાષ્ટ્રના પૂના જિલ્લામાંથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક માતાએ જુડવા છોકરીઓના પિતા પર આરોપ લગાવ્યો છે કે, તે છેલ્લા 4 વર્ષથી તેની 2 જુડવા પુત્રી સાથે બળાત્કાર કરતો હતો. આ ઘટના પુણાના કોંધવા ખુર્દનો છે. જ્યાં એક પિતા સામે તેની 2 નિર્દોષ પુત્રીઓ પર બળાત્કાર ગુજારવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
પીડિતાની નિર્દોષ છોકરીઓની માતાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે, તે જૂન 2020થી તેનાથી અલગ રહેતી હતી. આરોપીની પોતાની ફેબ્રિકેશનની દુકાન છે. પીડિતાની નિર્દોષ છોકરીઓની માતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે, તે મેસ ચલાવીને પોતાનું ચુજ્રાન ચલાવે છે અને તેની 2 છોકરીઓ છે.
પીડિત નિર્દોષ છોકરીઓની માતાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, વર્ષ 2016માં તેની એક પુત્રીએ પેટમાં દુખાવો થવાની વાત જણાવી હતી. જે બાદ તે તેને સારવાર માટે ડોક્ટર પાસે લઈ ગઈ, ત્યારબાદ ડોકટરે તેને લોટસ ડાયગ્નોસ્ટિક સેન્ટર સોનોગ્રાફી કરવાનું કહ્યું. આરોપીએ માતા પાસેથી સોનોગ્રાફીનો અહેવાલ છીનવી લીધો હતો અને ગેસ પર મૂકીને બાળી નાખ્યો હતો.
પીડિત છોકરીઓની માતાએ જણાવ્યું કે, એક રાત્રે તે બાળકો સાથે બેડરૂમમાં સૂઈ ગઈ હતી અને આરોપી હોલમાં સૂતો હતો. રાત્રે અઢી વાગ્યે રડવાનો અવાજ આવ્યો હતો, જેનાથી તે જાગી ગઈ હતી. તેના હોલમાં પ્રવેશતા જ પીડિતા મોટેથી રડતી માતા પાસે આવી અને કહ્યું કે, તેના પિતાએ તેની સાથે ગંદું કામ કર્યું છે.
પુત્રીની વાત સાંભળીને તેની માતા આશ્ચર્યમાં મુકાઈ ગઈ. ત્યાં સુધીમાં ફરિયાદીની માતાની બીજી પુત્રી પણ નિંદ્રામાંથી જાગી ગઈ હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે પણ તમે બજારમાં જાઓ છો અથવા કોઈ ચીજવસ્તુઓ લાવવા કામ કરો છો ત્યારે તેઓ અમારી સાથે ગંદા કામ કરે છે અને જો તેઓ ના પાડે છે તો તેઓ સેફટી પિનથી મારે છે.
જ્યારે છોકરીઓની માતાએ આરોપીને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, જો તે આ વિશે કોઈને કહેશે તો તે બધાને મારી નાખશે. ઘણી વાર સમજાવ્યા પછી પણ આરોપી સમજતો ન હતો, જેના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ આરોપીએ જૂન 2020માં બધાને છોડી દીધા હતા. પીડિતાની માતાની ફરિયાદના આધારે કોંધવા પોલીસે આરોપી પિતા વિરુદ્ધ બળાત્કાર અને બાળ શોષણ હેઠળ ગુનો નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle