‘તાંડવ’ વેબ સિરીઝમાં રાજકારણીનું પાત્ર ભજવવા માટે સૈફ અલી ખાનને કરવું પડ્યું હતું એવું કામ કે, જેને જાણીને…

બોલિવૂડનો નવાબ એટલે કે, પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન વેબ સિરીઝ ‘તાંડવ’ માં જોવા મળ્યો છે. આ સિરીઝનું ગઈકાલે જ રિલીઝ થઈ ગઈ છે તેમજ…

બોલિવૂડનો નવાબ એટલે કે, પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન વેબ સિરીઝ ‘તાંડવ’ માં જોવા મળ્યો છે. આ સિરીઝનું ગઈકાલે જ રિલીઝ થઈ ગઈ છે તેમજ હવે તમામ લોકો આ સિરીઝની પ્રશંસા કરી રહ્યાં છે. આ સિરીઝ 15 જાન્યુઆરીનાં રોજ એટલે કે, આજે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવા માટે જઈ રહી છે.

હાલમાં જ રીલિઝ કરવામાં આવેલ ટ્રેલરની સાથે એમેઝોન ઓરિજિનલ સિરીઝ તાંડવમાં સૈફ અલી ખાને બોલ્ડ કેરેક્ટરની સાથે સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ વેબસિરીઝની લોકોમાં ખુબ ચર્ચા થવાં લાગી છે ત્યારે હાલમાં આને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

તાંડવના ટ્રેલરે મચાવી ધૂમ :
કુલ 25 મિલિયનથી પણ વધારે વ્યુઝની સાથે રોમાંચક માત્ર 3 મિનિટના ટ્રેલરે દર્શકોને જકડી લીધા છે. અલી અબ્બાસ ઝફરના ક્રિયેશન તાંડવમાં સૈફ પહેલાં ક્યારેય પણ નહીં જોવા મળ્યો હોય તેવા પાત્રમાં જોવા મળશે. હાલમાં તેણે શોમાં તેના પાત્ર અંગે તેમજ શૂટિંગનાં વખતની કેટલીક રોચક વાતો શેર કરી છે.

સૈફને પસંદ છે સંસ્કૃત ભાષા :
સૈફ અલી ખાન જણાવે છે કે, મને લાગે છે કે તમે ચોક્કસ પાત્ર માટે કશું કરો તથા તૈયારી કરો ત્યારે તેમાં અનેકવિધ પ્રભાવો આવતા હોય છે. મારું પાત્ર રાજકારણીનું છે કે, જે જાહેર સ્થળે ખુબ બોલે છે તથા તેથી તેમાં કેટલાંક સંસ્કૃત હિંદી ભાષણો હતા કે, જેની સમરના પાત્ર માટે તૈયારી કરવી પડી હતી.

વાસ્તવિકતા તો એ છે કે, મને સંસ્કૃત બોલવાનું ખુબ પસંદ છે. અમુક વખત અમે ખુબ શૂટિંગ કરતા હતાં ત્યારે અમુક વાર હળવી પળો પણ માણી હતી. આ શોમાં મારે રોજ અંદાજે 4 સંસ્કૃત ભાષણો આપવાનાં હતાં. જેથી મેં ઘણી બધી ભારેખમ લાઈનો શીખી લીધી છે.

જાણો પોતાના પાત્રને લઇ સૈફે શું કહ્યું ?
આ શો માં ગ્રે શેડેડ પાત્ર ભજવવા અંગે સૈફ જણાવે છે કે, મેં ગ્રે શેડનાં પાત્રોની સાથે અમુક ભૂમિકાઓ નિભાવી છે તથા મેં તે બહુ માણી છે. મને આવા પાત્રો વધારે રસપ્રદ તથા પ્રયોગાત્મક લાગે છે. મને આનંદ છે કે, હું સમીરનું વલ્નરેબલ, આગઝરતું, હુકમશાહી તથા નિખાલસ પાત્ર ભજવી શક્યો છું.

જે તમારી ઊર્જાને અનેકવિધ ભાગમાં વહેંચવા જેવું છે. આની ઉપરાંત રાજકારણીનું પાત્ર ભજવવાનું બિલકુલ જોખમી નથી એવું મને લાગે છે. તાંડવ કાલ્પનિક વાર્તા છે. હિમાંશુ કિશન મહેરા તથા અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્મિત આ 9 એપિસોડના રાજકીય ડ્રામામાં સૈફ અલી ખાન, ડિંપલ કાપડિયા, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, ડિનો મોરિયા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, મહંમદ ઝીશાન અય્યુબ, કૃત્તિકા કામરા, સારાહ જેન ડાયસ, સંધ્યા મૃદુલ, અનુપ સોની, હિતેન તેજવાની, પરેશ પાહુજા, શોનાલી નાગરાની વગેરે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *