થોડા દિવસ પહેલા પંજાબ પોલીસના એક એસએચઓ દ્વારા શાકભાજીની દુકાન પર લાત મારવાની ઘટના પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ વધુ એક ઘટનાથી પંજાબ પોલીસ શરમમાં મૂકાઈ છે. આ વખતે પંજાબના ફતેહગઢ સાહિબ કસ્બામાં રસ્તા વચ્ચે એક હેડ કોન્સ્ટેબલ દ્વારા ઈંડા ચોરવાનો કિસ્સો સામે આવ્યો છે. પંજાબ પોલીસના આ હેડ કોન્સ્ટેબલની ઈંડા ચોરીનું કૃત્ય કોઈએ ચૂપચાપ મોબાઇલમાં રેકોર્ડ કરી દીધું અને તેના કારણે મામલો સામે આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, આ સમગ્ર મામલો ચંદીગઢથી 40 કિલોમીટર દૂર ફતેહગઢ સાહિબ કસ્બામાંથી સામે આવ્યો છે. રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, હેડ કોન્સ્ટેબલ પ્રીતપાલ સિંહ રોડ કિનારે સાઇકલ રિક્ષા પર લઈ જવામાં આવતા ઈંડાના કેરેટથી ઈંડા ઉઠાવીને પોતાના પેન્ટના ખિસ્સામાં મૂકી રહ્યો છે. આ ઉપરાંત વીડિયોમાં જોઈ શકાય છે કે, હેડ કોન્સ્ટેબલ જે સમયે ઈંડાની ચોરી કરી રહ્યા હતો તે સમયે સાઇકલ રિક્ષાનો માલિક ત્યાં હાજર હતો નહી.
મોબાઇલમાં રેકોર્ડ કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે ઈંડા ભરેલી સાઇકલ રિક્ષાનો માલિક પોતાની ગાડીની નજીક આવે છે ત્યારે હેડ કોન્સ્ટેબલ એક ઓટોને રોકવાનો ઈશારો કરે છે અને ત્યાંથી રવાના થઈ જાય છે. સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયેલા આ વીડિયોને જોયા બાદ પંજાબ પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ વિશે પંજાબ પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
A video went viral wherein HC Pritpal Singh from @FatehgarhsahibP is caught by a camera for stealing eggs from a cart while the rehdi-owner is away and putting them in his uniform pants.
He is suspended & Departmental Enquiry is opened against him. pic.twitter.com/QUb6o1Ti3I
— Punjab Police India (@PunjabPoliceInd) May 15, 2021
આ અંગે પોલીસ વિભાગે ટ્વીટમાં લખ્યું કે, એક વીડિયો વાયરલ થયો છે. જેને ફતેહગઢ સાહિબ પોલીસના પ્રીતપાલ સિંહના કેમેરા પર ઈંડા ચોરતા કેદ થયા છે. જ્યારે સાઇકલ રિક્ષાનો માલિક પોતાની ગાડીની નજીક હતો. મામલાની ગંભીર નોંધ લેતા હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયો છે અને વિભાગીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.