ભાજપે ફરી વખત ખેડૂતોને આપ્યો લોલીપોપ: આંદોલનમાં સામેલ ખેડૂતને બનાવી દીધો હિરો, શખ્સે ભાજપને મોકલી નોટિસ

નવા કૃષિ કાયદા સામે ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલુ છે. આ દરમિયાન બીજેપીએ એક પોસ્ટર જાહેર કરતાં કહ્યું હતું કે પંજાબમાં મિનિમમ સપોર્ટ પ્રાઈસથી ખેડુતો ખુશ છે. ખાસ વાત એ છે કે, આ પોસ્ટરમાં ખુશ ખેડૂતની તસવીર પણ લગાવાઈ હતી, તેનું નામ હરપ્રીત સિંહ છે. પંજાબના ખેડૂત હરપ્રીત સિંહ ખેડૂત આંદોલનને લઈને વિરોધ પ્રદર્શનમાં સિંધૂ બોર્ડર પર હાલ શામેલ છે, પણ ભારતીય જનતા પાર્ટી પંજાબમાં આ કાયદાને લઈને જે જાહેરાત ચલાવી રહ્યા છે. તેના હરપ્રીતનો ફોટો લગાવેલો છે. એટલે કે, ભાજપે જે ખેડૂતનો ફોટો લગાવી ભાજપ જાહેરાત કરી રહ્યુ છે, હકીકતમાં તે ખેડૂત તો છેલ્લા 2 અઠવાડીયાથી બોર્ડર પર નવા કૃષિ કાયદાને લઈને વિરોધ કરવા ધરણાં પર બેઠેલા છે.

હરપ્રીતસિંઘ, જેનું પોસ્ટર પંજાબ ભાજપ દ્વારા ખુશ ખેડૂત તરીકે રજૂ કરાયું હતું. તે સિંઘુ બોર્ડર પરના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં હરપ્રીત સિંહના પોસ્ટરને લઈને ઘણી હંગામો થયો હતો. આ પછી પંજાબ બીજેપીએ તેના ફેસબુક પેજ પરથી આ પોસ્ટર ડિલીટ કરી દીધું છે. હરપ્રીતનો આરોપ છે કે, ભાજપે ગેરકાયદેસર રીતે તેમના ફોટાનો ઉપયોગ કર્યો છે.

હરપ્રીત સિંહના જણાવ્યા અનુસાર, પંજાબ બીજેપીએ તેના પોસ્ટરમાં તેમની 6-7 વર્ષની જૂની તસવીરનો ઉપયોગ કર્યો હતો. તે કહે છે કે, મારી મંજૂરી વગર ભાજપ મારા ફોટાનો ઉપયોગ કરતી વખતે હું સિંઘુ સરહદ પર ઉભો રહ્યો હતો અને નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરતો હતો.

હરપ્રીતસિંહે કહ્યું કે, કોઈ પણ ખેડૂત નવા કૃષિ કાયદાથી ખુશ નથી. ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર ક્યારેય સિંઘુ સરહદ પર આવી નથી કે ખેડુતો કેમ આ કાયદાની વિરુદ્ધ છે તે જાણવાનો પ્રયાસ કર્યો નથી. ખેડુતો નવા કૃષિ કાયદાઓને સંપૂર્ણ રીતે નકારી રહ્યા છે અને તેમનો ગુસ્સો વધી રહ્યો છે.

પંજાબના હોશિયારપુર જિલ્લાના વતની હરપ્રીતસિંહે કહ્યું કે સરકાર કહી રહી છે કે આ કાયદાઓ ખેડૂતોના ફાયદામાં છે, પરંતુ આપણે જાણીએ છીએ કે આ નુકસાનનો સોદો છે. અમે ત્યારે જ પાછા જઈશું જ્યારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવશે નહીં. હરપ્રીત સિંહના ફોટોના ઉપયોગ અંગે પંજાબ ભાજપના વડા અશ્વની શર્માએ કહ્યું કે, મને પણ આ માહિતી મળી છે, હું તેને ચકાસીને કહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *