‘રિવોલ્વર રાની’ તરીકે પ્રખ્યાત ગુજરાતની એકમાત્ર એવી મહિલા કે, જે છેલ્લા 22 વર્ષથી કરી રહી છે હથિયારનું વેચાણ

હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. સામાન્ય રીતે મહિલાઓના હાથમાં હથિયાર હોય એટલે કોઈપણ વ્યક્તિને પહેલો વિચાર એ આવે છે કે, મેડમ પોલીસમાં હશે અથવા કોઈ સૈન્ય પાંખ સાથે જોડાયેલા હશે. ખાસ કરીને ગન હાથમાં જોઈને તમામ લોકોને આ વિચાર આવતો હોય છે.

આની સિવાય પણ આગળ વિચારીએ તો એવું માનવામાં આવે છે કે, એ શુટિંગ ચેમ્પિયન હશે. આપણે ત્યાં મહિલાઓના હાથમાં રોટલાને બદલે રિવોલ્વર ભાગ્યે જ જોવા મળે છે. ફક્ત ગન જ નહીં પરંતુ કોઈપણ હથિયાર મહિલાના હાથમાં હોય એવું ક્યારેક જ બનતું હોય છે.

ક્ષત્રિય સમાજની દીકરીઓને તલવાર રાસ રમતી જોઈ હશે પરંતુ આપણા રાજ્યમાં એક એવી પણ મહિલા છે કે, જેની પાસે આવા હથિયાર વેચવાની કાયદેસરની મંજુરી છે. આ મહિલાનું નામ દિપ્તિબેન ત્રિવેદી છે. જે રાજકોટ શહેરમાં રહે છે. જેઓ શસ્ત્ર તથા દારૂગોળો વેંચવાનો પરવાનો ધરાવતા રાજ્યની એકમાત્ર મહિલા છે.

મહિલાના હાથમાં શૃંગાર સારો લાગે પરંતુ અહીં પરિસ્થિતિ વિપરીત છે. આ મહિલાના હાથમાં શસ્ત્ર છે એ પણ કાયદેસર. રાજકોટ શહેરમાં આવેલ મનહર પ્લોટમાં રહેતા દિપ્તિબેનની પ્રભુકૃપા વેપન્સ નામની એક દુકાન આવેલ છે.

દિપ્તિબેન ત્રિવેદી જણાવતાં કહે છે કે, છેલ્લા 22 વર્ષથી તેઓ હથિયાર વેચવાનું લાયસન્સ ધરાવે છે. આટલું જ નહીં એમની પાસે એ હથિયાર માટે તથા દારૂગોળાના ચોક્કસ લાયસન્સ ધરાવે છે. વર્ષ 1998માં રાજ્ય સરકાર તરફથી નારી શક્તિને વેગ આપવા માટે દારૂગોળા અને હથિયારના વેચાણ તથા સર્વિસ માટે એક પરવાનો આપવામાં આવ્યો હતો.

આઝાદીના સમયમાં સૌરાષ્ટ્રમાં આવેલ રાજકોટના ત્રિકોણબાગ વિસ્તારમાં લાલ સ્ટોર નામથી હથિયારની એકમાત્ર દુકાન હતી. કોઈ કારણસર તેઓ વર્ષ 1993-94માં બંધ થઈ ગઈ હતી. દિપ્તિબેનના પતિ વકીલ છે. એની પાસે હથિયારનું લાયસન્સ હોવાને કારણે દારૂગોળાની ખરીદી કરવા માટે રાજકોટની બહાર જવું પડતું હતું.

વર્ષ 1998માં દિપ્તિબેને રાજ્ય સરકાર પાસે હથિયાર અને દારૂગોળાના વેંચાણ માટેની પરવાનગી માંગી હતી. નારી શક્તિને પ્રોત્સાહન આપવા માટે દિપ્તિબેનને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. દિપ્તિબેન જણાવે છે કે, હથિયાર તથા દારૂગોળો વેચવા માટેનું લાયસન્સ ધરાવતી રાજ્યની સૌપ્રથમ મહિલા છું.

હાલમાં એમની પાસે NP બોર 100 રિવોલ્વર, NP બોર 100 પિસ્તોલ, 200 બાર બોર રાઈફલ અને 100 મઝેબોર સહિતના કુલ 50,000 કારતુસ માટેનું લાયસન્સ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *