આ રાજ્ય સરકારની મોટી જાહેરાત- વિદ્યાર્થીઓ પાસેથી નહિ લેવાય કોઈ પણ પ્રકારની ફી

કોરોના વાયરસની મહામારીએ તમામ વ્યાપાર-ધંધાથી લઈને ઘણાં સેક્ટરને માઠી અસર પહોંચાડી છે. દેશમાં બધાં જ પ્રકારની શૈક્ષણિક પ્રવૃતિઓ પર અચાનક જ બ્રેક લાગી ચૂકી છે. આવા માહોલની વચ્ચે પંજાબ સરકારે એક મોટો તથા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વર્ષ 2020-21ના શૈક્ષણિક સત્રમાં એડમિશન, રી-એડમિશન તથા ટ્યુશન ફી વાલીઓ પાસેથી નહીં લેવામાં આવે. કોરોના વાયરસના સંકટને લીધે પંજાબની રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

પંજાબ રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે રાજ્યની તમામ સરકારી સ્કૂલ તથા કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ નિર્ણયથી એક મોટી રાહત આપવામાં આવી છે. તેમણે એક એવી પણ જાહેરાત કરી છે, કે વર્ષ 2020-21ના સત્ર માટે કોઈપણ વિદ્યાર્થી પાસેથી એડમિશન, રી-એડમિશન તથા ટ્યુશન-ફી નાં નામે પણ કોઈ પૈસા લેવામાં નહીં આવે. આ નિર્ણયથી પંજાબ રાજ્યના મોટો વિદ્યાર્થી-વર્ગ તેમજ તેમના પરિવારને પણ મોટી રાહત મળી રહેશે.

શનિવારે પંજાબ સરકારે જણાવતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર હોસ્પિટલમાં વધતી રહેલ બેડની ક્ષમતા, વેન્ટિલેટર, PPE કીટ, માસ્ક તેમજ તપાસ માટેની કીટની પૂરતી સંખ્યાની સાથે સંક્રમણને ફેલાતું રોકાવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પંજાબના મુખ્ય સચીવ વિની મહાજને જણાવતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર હોસ્પિટલમાં વધારવામાં આવેલ બેડની ક્ષમતા, વેન્ટિલેટર, PPE કીટ, માસ્ક તેમજ તપાસ માટેની જરૂરી કીટની પૂરતી સંખ્યાની સાથે સંક્રમણને ફેલાતું અટકાવવા માટે પૂરી રીતે તૈયાર જ છે.

કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને રાજ્યભરની હોસ્પિટલમાં જે-તે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. મુખ્ય સચિવે ઉમેરતાં કહ્યું કે, હાલમાં તો સ્થિતિ કાબુમાં છે, અને લોકોએ પણ કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર જ નથી. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું, હાથ ધોવા તથા માસ્ક પહેરવા સહિતના સુરક્ષાલક્ષી પ્રોટોકોલનું પણ કડકપણે પાલન કરવા માટેની અપીલ કરી છે.

બધાં જિલ્લાઓમાં નોડલ અધિકારી તથા IAS અધિકારી સુમિત જારંગલ અને તનું કશ્યપને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેઓ દરરોજના કેસ તેમજ રિપોર્ટ ઉપર નજર રાખશે. શનિવારનાં રોજ પંજાબમાં કોરોના વાયરસને લીધે વધુ કુલ 9 લોકોના મૃત્યુ પણ થયા હતા. પંજાબમાંથી કુલ 291 લોકોનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. જ્યારે પોઝિટિવ કેસનો કુલ આંક 12,000ને પણ પાર થઈ ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *