હદ છે હો બાકી! CMનો વિરોધ કરી રહેલા શિક્ષકો પર પોલીસની ક્રુરતા, મોઢામાં કપડું નાખીને…- જુઓ વિડીયો

BEd TET (શિક્ષક પાત્રતા કસોટી) લાયક શિક્ષકોએ પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની(Charanjit Singh Channi)ની રેલીનો વિરોધ કરતા પોલીસની નિર્દયતાનો સામનો કરવો પડ્યો. પંજાબના સંગરુરમાં પોલીસે વિરોધ કરી રહેલી યુવતીઓના મોં બંધ કરી દીધા અને તેમને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પોલીસ યુવતીઓના મોઢામાં કપડા નાખતી જોવા મળી હતી:
આ સમગ્ર મામલે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા પોલીસકર્મીઓ યુવતીઓના મોં દબાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શિક્ષકો સીએમ ચન્ની વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે અને પોલીસ તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. સીએમ ચન્ની વિરુદ્ધ નારેબાજી રોકવા માટે એક મહિલા પોલીસકર્મી પણ યુવતીના મોઢામાં કપડું નાખતી જોવા મળે છે.

સીએમ ચન્ની પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા:
લગભગ 350 કરોડના ખર્ચે બનનાર મેડિકલ કોલેજ ઉપરાંત 700 કરોડના ખર્ચે સ્થપાનારી સિમેન્ટ ફેક્ટરીનો શિલાન્યાસ કરવા આવેલા સીએમ ચરણજીત સિંહ ચન્નીને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસે દેખાવકારોને દૂર ખેંચી લીધા હતા:
વિરોધ દરમિયાન, પોલીસકર્મીઓ પ્રદર્શનકારીઓને ખેંચતા જોવા મળે છે, જેમાં ઘણી મહિલાઓ અને છોકરીઓનો સમાવેશ થાય છે. પોલીસે દેખાવકારોને ખેંચીને બસની અંદર ધકેલી દીધા હતા. જે બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

કોંગ્રેસે ચૂંટણી સમિતિની રચના કરી:પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે રાજ્ય એકમના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના નેતૃત્વમાં ચૂંટણી સમિતિની રચના કરી છે. પંજાબ પ્રદેશ ચૂંટણી સમિતિના તમામ મહત્વપૂર્ણ સભ્યોમાં મુખ્યમંત્રી અને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા ચરણજીત સિંહ ચન્ની, સંકલન સમિતિના અધ્યક્ષ અંબિકા સોની, ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ સુનીલ જાખર અને મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ પ્રતાપ સિંહ બાજવાનો સમાવેશ થાય છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કોંગ્રેસ અધ્યક્ષે પંજાબ કોંગ્રેસની રાજ્ય ચૂંટણી સમિતિની રચનાના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપી દીધી છે, જેનું નેતૃત્વ પંજાબ કોંગ્રેસ સમિતિ (PCC)ના વડા નવજોત સિંહ સિદ્ધુ કરશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *