‘પુષ્પા’ એ તો ગામ ગાંડું કર્યું- જ્યાં જુઓ ત્યાં યુવાનો ખભો ઉચો કરી, ઘસડી રહ્યા છે પગ- જુઓ VIRAL વિડીયો

સોશિયલ મીડિયાના જમાનામાં વસ્તુઓ જોત જોતામાં વાયરલ થઈ જાય છે. કેટલાક રમુજી દ્રશ્યો ટ્રેન્ડિંગમાં આવે છે. આ દિવસોમાં પુષ્પા સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ…

સોશિયલ મીડિયાના જમાનામાં વસ્તુઓ જોત જોતામાં વાયરલ થઈ જાય છે. કેટલાક રમુજી દ્રશ્યો ટ્રેન્ડિંગમાં આવે છે. આ દિવસોમાં પુષ્પા સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. સાઉથના સુપરસ્ટાર સ્ટાઈલિશ અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પામાં આવી ઘણી ક્ષણો છે જે વાયરલ થઈ રહી છે. પછી ભલે તે દાઢી પર હાથ ફેરવવો હોય કે ત્રાસા થઈને લંગડા ચાલવું.

ઘણા સેલેબ્સે પણ ખભો ઊંચો કરી લંગડા ચાલીને પુષ્પાના આ ડાન્સ સ્ટેપની નકલ કરી હતી. હવે આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પુષ્પાના ડાન્સ સ્ટેપ કરતી વખતે આખી જાન દુલ્હનના ઘરે પહોંચી હતી.

આ રમુજી વિડિયો એક વિસ્તારમાં કેપ્ચર કરવામાં આવ્યો હતો. જેમાં આખો વરઘોડો પુષ્પાના ડાન્સ સ્ટેપ કરતા જોવા મળી રહ્યો હતો. જાનમાં દરેક લોકો અહીં-તહીં લંગડાતા જોવા મળ્યા હતા. આ વીડિયો ક્યાંનો વાયરલ થઈ રહ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તે ઘણું જોવામાં આવી રહ્યું છે. લોકો તેને પુષ્પાનો વરઘોડો કહ્યો હતો. આ વીડિયો ઘણી સોશિયલ મીડિયા સાઇટ્સ પર શેર કરવામાં આવ્યો હતો. આમાં ફેસબુકથી લઈને ઇન્સ્ટાગ્રામનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *