ગુજરાતના આ શહેરમાં 1225 લોકોને લગ્નમાં જમ્યા બાદ થઇ ગયું પોઈઝનિંગ- હોસ્પિટલો ઉભરાઈ

ગુજરાત(Gujarat): રાજ્યમાં પ્રથમ વખત 1225 લોકો ફૂડ પોઈઝનિંગ(Food poisoning)ની ઝપેટમાં આવ્યા છે. વિસનગર(Visnagar)ના સાવલા(Savla) પાસે લગ્નના જમણવાર બાદ 1225 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.…

ગુજરાત(Gujarat): રાજ્યમાં પ્રથમ વખત 1225 લોકો ફૂડ પોઈઝનિંગ(Food poisoning)ની ઝપેટમાં આવ્યા છે. વિસનગર(Visnagar)ના સાવલા(Savla) પાસે લગ્નના જમણવાર બાદ 1225 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. આટલી મોટી સંખ્યામાં ફૂડ પોઈઝનિંગના કેસ પ્રથમ વખત નોંધાયા છે. અસરગ્રસ્ત તમામને મહેસાણા(Mehsana), વિસનગર(Visnagar) અને વડનગર(Vadnagar)ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહેસાણામાં મોટી સંખ્યામાં ફૂડ પોઈઝનિંગની અસરનો કિસ્સો સામે આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. વિસનગરના સાવલા પાસે એક લગ્નમાં 1225 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. લગ્નમાં જે લોકોએ ભોજન લીધું હતું તેમને બાદમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ લગ્ન કોંગ્રેસી નેતા વઝીર પઠાણના ઘરે યોજવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગે નોનવેજ ખાનાર લોકો માટે વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કુલ 1225 લોકો ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ મચી ગઈ હતી. ફૂડ પોઈઝનીંગની ઘટનાને કારણે જિલ્લા તંત્ર દોડતું થયું હતું.

ઘટના બાદ જિલ્લા કલેક્ટર દ્વારા દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી. તમામ દર્દીઓને મહેસાણા, વિસનગર અને વડનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગની ઘટનાથી આરોગ્ય વિભાગમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના અંગે માહિતી આપતા મહેસાણા કલેકટરે જણાવ્યું હતું કે, હાલ દર્દીઓની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. દર્દીઓએ 02762-222220/222299 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

મુંબઈથી ખાસ કેટરર્સ બોલાવવામાં આવ્યું હતું, તેમને પણ થઈ ફૂડ પોઈઝનિંગની અસર:
લગ્નમાં ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત લગભગ 95 ટકા લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. હાલમાં વિસનગર વડનગર મહેસાણામાં કુલ 40 દર્દીઓ સારવાર હેઠળ છે. દિલ્હી દરબાર નામના કેટરર્સને લગ્ન સમારોહમાં ભોજન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ દિલ્હી દરબાર કેટરર્સ મુંબઈના છે. કેટરર્સના કર્મચારીઓને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તેણે કહ્યું કે નોનવેજ ખાધા બાદ તબિયત લથડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, દર્દીઓને સધન સારવાર મળી રહેવાને કારણે કોઇ પણ પ્રકારનો ગંભીર બનાવ કે એક પણ મૃત્યુ નોંધાયુ નથી. સાથે જ જો આગામી સમયમાં ફુડ પોઇઝનીંગના વધુ કેસ નોંધાય તો તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લા આરોગ્યતંત્રને સજ્જ રહેવા માટે કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *