પાણીમાં આ વસ્તુ નાખીને કરો કોગળા, દાંત થઇ જશે દૂધ જેવા સફેદ

White Teeth Tips: તમારી એક સ્માઈલ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ આનાથી વિપરીત જો તમારા દાંત પીળા રંગના થઈ ગયા હોય અને તેમાં કેવિટી (White Teeth Tips) અને સડો જમા થઈ ગયો હોય તો તે આનાથી વિપરીત તમારી પર્સનાલિટી ને ખરાબ કરે છે. ઘણી વખત આ પીળા દાંતના કારણે તમારે શરમ અનુભવવી પડે છે. જ્યારે દાંતમાં સડો અને કેબીટી થાય છે તો તેમાં નાના કાળા રંગના ખાડાઓ થઈ જાય છે જેને લોકો દાંતના કીડાઓ કહે છે.

દાંતમાં થયેલા આ સડાને કારણે દાંત અંદરથી ખોખલા થઈ જાય છે. જણાવી દઈએ કે કેવીટી થવાના ઘણા કારણો હોય છે. દાંતો સ્વચ્છ ન હોવા, મોઢામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવું, ગળી ચીજ વસ્તુઓનું વધારે સેવન કરવું. દાંતનો આ સડો દાંતને સંપૂર્ણ રીતે ખરાબ કરી શકે છે. જો તમે પણ દાંતોમાં થયેલી આ કેબીટી ને કારણે મુશ્કેલીમાં છો તો અમે તમારા માટે આજે કેટલાક ઘરેલુ ઉપાયો જણાવીશું જેનાથી તમે દાંતમાં થયેલી કેવિટી માંથી રાહત મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે આનો ઈલાજ આપણા રસોડામાં જ છે. આપણા રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ આ સમસ્યાથી છુટકારો અપાવે છે.

દાંતની સમસ્યા માંથી છૂટકારો આ રીતે મેળવો

1. લસણ
આપણા રસોડામાં રહેલું લસણ ફક્ત ખાવામાં સ્વાદ વધારવા માટે જ કામ નથી કરતું પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. લસણને ઘણા પ્રકારની વાનગીઓ બનાવવામાં વઘારમાં નાખવામાં આવે છે. લસણમાં રહેલું એન્ટી ફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણ તેને એક ખૂબ સારું બનાવે છે જે દાંતના દુખાવા અને કીડાઓથી રાહત આપે છે. તમે તેને કાચું સેવન કરી શકો છો.

2. લીંબુ
દાંતમાં રહેલા કીટાણુઓ ને દૂર કરવામાં લીંબુ ખૂબ મદદરૂપ થાય છે. લીંબુ ને વિટામિન સી નો ખૂબ સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં રહેલા એસિડ કીટાણુઓને મારી અને દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. મોઢામાં લીંબુનો ટુકડો રાખી તેને ચાહો અને પછી સ્વચ્છ પાણીથી કોગળા કરી લો. તેનાથી દાંતમાં રહેલા કીડાઓથી છુટકારો મળશે.

3.મીઠાનું પાણી
મીઠું કોઈ પણ વાનગીમાં સ્વાદ વધારવાનું કામ કરે છે. દાંતમાં રહેલા કીટાણુઓ અને દુખાવામાં મીઠાનું પાણી ખૂબ કામમાં આવે છે. તે તમારા મોઢા ને બેક્ટેરિયાથી મુક્ત રાખે છે અને કેવીટીમાં પણ ચીકાશ દૂર કરે છે. આ મીઠાવાળુ પાણી તમારા મોઢામાંથી એસિડિક તત્વો ઘટાડી તેનું પીએચ લેવલ રેગ્યુલેટ કરે છે.