સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat) ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(C.R Patil) અચાનક દિલ્હી(Delhi)ની વાટ પકડી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં પાટિલે જણાવ્યું કે- ‘પંચ નક્કી કરે ત્યારે ચૂંટણી થશે’. આજે પાટિલ રાજકોટ(Rajkot) જવાના હતા, પણ પ્રવાસ રદ કર્યો છે. આ ઉપરાંત, કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી સંબોધન કરશે.
ગઈકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરતમાં હતા. રવિવારે તેઓ રાજકોટ જવાના હતા. આ દરમિયાન, મોડી સાંજે તેમણે રાજકોટનો પ્રવાસ રદ કરીને રવિવારે દિલ્હી જવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં વહેલી ચૂંટણીના મુદ્દે તેમણે સુરતમાં એક કાર્યક્રમમાં મીડિયાને જણાવ્યું હતું કે, અમારી તરફથી વહેલી ચૂંટણી કરાવવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી. ચૂંટણી પંચ સમય નક્કી કરશે ત્યારે જ ગુજરાતમાં પણ ચૂંટણી યોજાશે. કોઈપણ રાજકીય પક્ષ તેને દબાણ કરી શકે નહીં” તેમ વધુમાં જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, રવિવારે પાટીલ રાજકોટમાં સામાજીક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. જોકે, છેલ્લી ઘડીએ તેમનો દિલ્હીનો પ્રવાસ નક્કી થતા હવે તેઓ વર્ચ્યુઅલ હાજરી આપી સંબોધન કરશે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખનો રાજકોટનો કાર્યક્રમ રદ થતા અનેક સવાલો ઉભા થયા છે. ખાસ કરીને તેમને દિલ્હી બોલાવાતા ચૂંટણી અંગેના અનુમાનો પણ શરૂ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.