સુરત ક્રાઈમ બ્રાંચનો સપાટો- બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લીકેટ હેર ઓઇલ, શેમ્પૂ, કન્ડિશનરના લાખોના મુદ્દામાલ સાથે બે ની ધરપકડ

હાલ સુરત (Surat)માંથી બ્રાન્ડેડ કંપની (Branded Company)ના નામે ડુબલીકેટ(Duplicate) હેર ઓઇલ અથવા શેમ્પુ કન્ડિશનરનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવે છે. જાણવા મળ્યું છે કે, સુરતના પુણાગામ (Punagam)ના સીતાનગર(Sitanagar) ચાર રસ્તા સ્થિત રાજમહેલ એસી મોલના પહેલા માળે સાઇબર ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન હિન્દુસ્તાન યુનિલીવર, મેરીકો, હોન્સા કન્ઝ્યુમર પ્રા.લિ. અને રેકીડ બેન્સકીસર કંપનીના ડુબલીકેટ હેર ઓઇલ શેમ્પૂ કન્ડિશનર વગેરે મળી આવ્યા હતા. આ મળી કુલ 26.81 લાખનો મુદ્દામાલ હોવાનું સામે આવ્યો છે. જેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, જેમિલ નરેશભાઈ ભારોડીયા અને તેના ભાગીદાર કેનિલ વિનુભાઈ જાસોલિયા પુણાગામ સીતાનગર ચાર રસ્તા સ્થિત રાજમહેલના એસી મોલના પહેલા મળે ઓનલાઇન વેપાર કરતા હતા. આ દરમિયાન સુરત સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જયાંથી હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના લેકમે કાજલ, લેકમે લિપસ્ટીક, ડવશેમ્પુ, ઇન્દુલેખા ભૂંગારાજ હેર ઓઇલ, હેર કંડીશનર, મેરીકો કંપનીનું બીઆર્ડો હેર ઓઇલ, રેકીટ બેન્સીકીસર કંપનીની વીટ હેર રીમુવલ ક્રીમ અને હોન્સા કન્ઝ્યુમર પ્રા. લિ. કંપનીની ઓનીયન હેર ઓઇલ, કંડીશનર, મામાઅર્થનું ઓનીયન હેર ઓઇલ અને શેમ્પુ વગેરે જેવી ડુબલીકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.

આ બધું મળી કુલ 26.81 લાખનો મુદ્દામાલ હોવાનું સામે આવ્યો છે. આ ઉપરાંત અલગ-અલગ કંપનીની ખાલી બોટલ, સ્ટીકર વગેરે પણ મળી આવ્યું હતું. ત્યારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ બધો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આ અંગે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક વર્ષથી વેપલો ચાલતો હતો:
જાણવા મળ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છે. જેમાંથી એક ફેશન ડિઝાઇનીંગનો પણ અભ્યાસ કરી ચૂક્યો છે. ત્યારે બંને આરોપીઓ દ્વારા છેલ્લા એક વર્ષથી ડુપ્લિકેટ શેમ્પુના તથા બ્રાન્ડેડ કંપનીઓના હેર ઓઇલ કન્ડિશનર સહિતનો જથ્થો વેચવામાં આવતો હતો. આ તમામ વસ્તુઓ ઓનલાઇન વેચાણ કરવામાં આવતી હતી. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *