સુરતમાં આ જગ્યાએથી મળી આવ્યો કાળાબજારીનો સરકારી યુરીયા ખાતરનો જથ્થો

Subsidized Urea fertilizer caught in Surat News: સુરત જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમ દ્વારા સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની રૂદ્રાક્ષ સિન્થેટીકસ પ્રા.લી.માં રેડ કરતા 350 કિલો (અંદાજિત કિ. રૂપિયા 2072)નો નીમકોટેડયુકત સબસીડીયુકત ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ખેતી અધિકારી દ્વારા કંપનીના બે ડિરેકટરો વિરૂધ્ધ સચીન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મળેલી માહિતી અનુસાર તારીખ 24-12-2022ના રોજ સંયુકત ખેતી નિયામક સુરતની સુચના આધારે સુરત જિલ્લાનાં સચીન GIDC ખાતે બપોરના 12:50 વાગે પ્લોટ નં. 5535 રોડ નંબર 55 સચીન જી.આઇ.ડી.સી.ખાતે આવેલી રૂદ્રાક્ષ સિન્થેટિક્સ પ્રા.લી.માં સી.આર.પટેલ મદદનીશ ખેતી નિયામક આર.બી.પટેલ, મદદનીશ ખેતી નિયામક(કપાસ) ડી.જે.હાંસોટિયા સુરત સીટીના ખેતી અધિકારી વી.આર.કોરાટ તથા કામરેજના ખેતી અધિકારી વી.આર.બલદાણીયા તેમજ ખેતી અધિકારી વી.આર. મેતલિયા સાથેની સંયુક્ત ટીમ દ્વારા મુલાકાત લઇ સ્થળ તપાસ કરતા કંપનીમાં કલર સ્ટોરની અંદર GNFC કંપની દ્વારા ઉત્પાદિત 45 કિલો ભરતી વાળી કંપની પેકિંગમાં ટેકનિક્લ યુરિયાની 12 બેગ જોવા મળી હતી. બેગો ઉપર લાલ રંગના ચોરસ પટ્ટા દોરેલા જેમાં સફેદ રંગથી “TECTINICAL URELA બંન્ને બાજુ પ્રીન્ટ હતી તેમજ બેગ ઉપર કાળા આકારમાં TECHNICAL GRADE UREA FOR INDUSTRIAL USE ONLY પ્રિન્ટ તથા નીચે લાલ રંગમાં GNFC કંપનીની લોગો અને નામ પ્રીન્ટ હતી.

એક નાના કાળા રંગની પ્લાસ્ટીકની પીપ જેની ક્ષમતા અંદાજીત 50 કિલો ખોલતા પ્રાથમિક દ્રષ્ટિએ ખેતવપરાશ માટેના સરકાર દ્વારા આપવામાં આવતાં સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા હોવાનું જણાતા કલર સ્ટોરની વધુ તપાસ કરતા બીજા પ્લાસ્ટીકના આવા જ પ્રકારના કુલ 24 પીપો જોવા મળ્યા હતા. જેને એક પછી એક ખોલતા કાળા રંગના પ્લાસ્ટીકના પીપ કુલ 8 માં પણ પ્રાથમિક દ્રષ્ટિએ ખેતવપરાશ માટેના સરકાર દ્વારા આપવામાં આવતાં સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા હોવાનું જણાયું હતું.

સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા હોવાની શંકાના આધારે તમામ નવ જેટલા નમુનાઓ બારડોલીની રાસાયણિક ખાતરની પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. તે તમામ નમુનાઓ તારીખ 31-12-2022ના રોજ પૃથક્કણ અહેવાલો નીમ કોટેડ યુરીયા ટેસ્ટમાં પોઝીટીવ જાહેર થતા સરકારના સબસીડીયુકત ખેતવપરાશન અંગેનું નીમકોટેડ યુરીયા ખાતર હોવાનું ફલીત થયું હતું.

આ અંગે તારીખ 03-01-2022ના રોજ રૂદ્રાક્ષ સિન્થેટિકસ પ્રા.લી.ને કારણદર્શક નોટીસ આપી ખુલાસો માંગવામાં આવેલ હતો. જેમાં કંપનીના ડિરેકટર મિતુલ મહેતાએ પૃથ્થકરણ અહેવાલો સાથે સહમત ન હોવાનું જણાવીને રીએનાલીસીસની માંગણી કરી હતી. જેથી આ સેમ્પલ ખેતી નિયામક દ્વારા એનાલીસીસ માટે પ્રયોગશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

જેમાં આઠ નમુનાઓમાં નીમ ઓઈલ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. જેથી સુરત સીટીના ખેતી અધિકારી વિશાલ કોરાટે આ અંગે તારીખ 22-06-2023ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં રૂદ્રાક્ષ સિન્થેટીકસ ડિરેકટર મિતુલ મહેતા તથા નિલેશભાઈ વિસાવે વિરૂધ્ધ સરકારના સબસીડીયુકત નીમ કોટેડ યુરીયાનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે ગેરકાયદેસર વપરાશ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ સચીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર ડી.કે.સોલંકી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *