સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. આજની જાણકારી મુંબઈમાં આવેલ ગૌરવ લોંઢેની છે. ગૌરવ રોજ ઓફિસથી શિફ્ટ પૂર્ણ થયા બાદ સાંજે 6 વાગ્યે નીકળતો તથા રાત્રે 9 વાગ્યે ઘરે પહોંચતો હતો. આ 3 કલાકમાં એને ભૂખ-તરસ લાગતી હતી. મનમાં એવો વિચાર આવતો કે, વાહનમાં જ કઈક ગરમાગરમ ખાવાનું આપે.
તે એક પિત્ઝા કંપનીમાં કામ કરતો હતો. પહેલાં ડિલિવરી બોય હતો, ત્યારપછી પ્રમોટ થતાં મેનેજર બની ગયો હતો. એમ છતાં ગૌરવના મનમાં પોતાનું કંઈક કરવાનો ખ્યાલ હંમેશાં ચાલતો રહેતો હતો. ગત વર્ષના નવેમ્બર મહિનાની વાત છે. એણે અચાનક નોકરી છોડી દીધી. ઘરમાં પત્ની તથા માતા છે.
બંનેએ ખૂબ ઠપકો આપ્યો તેમજ સમજાવ્યો કે, બેટા નોકરી કરી લે પણ ગૌરવ હઠ પકડીને બેઠો હતો. એણે પરિવારજનોને જણાવ્યું, હું ટ્રાફિક સિગ્નલ પર વડાપાંઉ વેચવાનું કામ શરૂ કરવાનો છું. પત્નીએ જણાવ્યું કે, તમને હાલમાં કુલ 32,000 રૂપિયાનું વેતન મળે છે. નોકરી પણ સારી એવી ચાલી રહી છે તો પછી તમે શા માટે આ ફાલતુ કામ કરવા માંગો છો. એમ પણ સિગ્નલ પર કોઈ વડાપાંઉ ખરીદશે નહી.
મિત્રોએ પણ જ્યારે આ આઈડિયા સાંભળ્યો તો એમણે ખૂબ મજાક ઉડાવી પણ ગૌરવે કોઈની વાત માની નહી. તેણે એક શેફ શોધ્યો. કુલ 6 યુવકો પણ હાયર કર્યા. તેને જણાવ્યું, સાંજે 5થી રાત્રીનાં 10 વાગ્યા સુધી વડાપાંઉ વેચવાનાં છે તેમજ તેના બદલામાં દરરોજ 200 રૂપિયા મળશે.
ગૌરવ જણાવતાં કહે છે કે, વડાપાંઉ તો મુંબઈમાં તમામ જગ્યાએ મળે છે પરંતુ મારે એમાં કંઈક અલગ કરવુ હતું. જેથી મેં એનું પેકિંગ બર્ગર બોક્સ જેવું કરાવ્યું. બોક્સમાં વડાપાંઉની સાથે-સાથે ચટણી, લીલાં મરચાં તથા કુલ 200 ml પાણીની બોટલ પેક કરવાનો પ્લાન બનાવ્યો હતો. ડિલિવરી બોયની માટે ઓરેન્જ ટી-શર્ટ ફરજિયાત કર્યું હતું.
અમે એ જ વિચાર કર્યો કે, જે પણ કાર સિગ્નલ પર રોકાશે એમને અમે વડાપાંવ વેચીશું પણ શરૂઆત સારી ન રહી. અમે કુલ 2 સિગ્નલ પર જઈ રહ્યા હતા. લોકો અમને જોઈને ગાડીના કાચ બંધ કરી દેતા હતા. ત્યારપછી મેં લોકોને એમ કહેવાનું શરૂ કર્યું કે, ટ્રાફિક વડાપાંઉ નામની એક કંપની છે, જે પોતાના વડાપાંઉ માટે ફીડબેક લઈ રહી છે. તમારે રૂપિયા આપવાના નથી, ફક્ત રિવ્યુ કરવાનો છે.
આ રીતે ફ્રીમાં પેકેટ વહેંચવાની શરૂઆત કરી. મફતમાં પેકેટ વહેંચીનેપહેલાં દિવસે ઘરે પહોંચ્યો તો સૌને લાગ્યું કે, આજે બધું વેચાઈ ગયું. બધા લોકો ખુશ થઈ ગયા પણ મેં પત્નીને કહ્યું, કંઈ વેચાયું નથી. હું ફ્રીમાં વેચીને આવ્યો છું. આવું મેં કુલ 5 દિવસ સુધી કર્યું તથા અંદાજે 500 પેકેટ ફ્રીમાં વહેંચી નાંખ્યા. છઠ્ઠા દિવસે અમે માત્ર 20 રૂપિયામાં પેકેટ વેચવાની શરૂઆત કરી તથા અમારા પેકેટ વેચાવા પણ લાગ્યાં હતાં.
મેં નોકરી દરમિયાન જોયું હતું કે, ગ્રાહકોનાં ફીડબેક ખૂબ જરૂરી હોય છે, જેથી બોક્સ પર જ પોતાનો નંબર પ્રિન્ટ કરાવી રાખ્યો હતો. લોકો અમને ફીડબેક આપવા લાગ્યા હતાં. ઘણાં લોકો અમારો ફોટો ક્લિક કરીને એમના ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર મૂકતા હતા. એને લીધે અમને ઘણા લોકો ઓળખવા લાગ્યા હતાં. માત્ર 2 મહિનામાં જ મને એટલો સારો રિસ્પોન્સ મળ્યો કે, મારી દરરોજની બચત કુલ 2,000 રૂપિયા થવા લાગી હતી.
આ વર્ષે ફેબ્રુઆરી માસમાં મેં સિગ્નલની પાસે એક શોપ ભાડેથી લીધી પણ અમારું ધ્યાન સિગ્નલ પર વડાપાંઉ વેચવાનું છે. લોકડાઉન બાદ હજી કુલ 8 દિવસ પહેલાં ફરી કામની શરૂઆત કરી છે. હવે વડાપાંઉની સાથે સમોસાં તથા ચા પણ શરૂ કરવાનાં છીએ. હાલમાં મારી પાસે કુલ 4 યુવક છે, જેમને કુલ 10,000 રૂપિયા સેલેરી પર રાખ્યા છે.
માંગમાં સતત વધારો થઈ રહ્યો છે તેથી વધારે યુવકો હાયર કરી રહ્યો છું. કુલ 15 યુવકની ટીમ બનાવવાની છે. તમામ યુવકને કુલ 10,000 રૂપિયાની ફિક્સ સેલેરી પર રાખીશ. જેટલા વધારે યુવકો હશે, એટલું જ વેચાણ વધારે થશે તથા હવે માત્ર સાંજે જ નહીં પરંતુ સવારે પણ અમે સર્વિસ આપવા લાગ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle