હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. મધ્યપ્રદેશમાં આવેલ રાજગઢના રહેવાસી વિપિન દાંગી એક ખેડૂત પરિવારમાંથી આવે છે. આર્થિક તંગીને લીધે અભ્યાસની સાથે જ તેઓ ઈન્દોરની એક હોસ્પિટલમાં પાર્ટ ટાઈમ નોકરી કરતા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે ફુલ ટાઈમ જોબ શરુ કરી દીધી હતી. વેતન પ ખુબ સારું મળતું હતું પરંતુ કામમાં મન લાગતું ન હતું.તેમણે વર્ષ 2018માં નોકરી છોડીને ગામડે પરત આવી ગયા હતાં.
ગામમાં તેમણે દૂધનાં વેપારની શરૂઆત કરી હતી. જો કે, એમાં તેમને ખુબ નુકસાન થયું હતું. ત્યારબાદ તેમણે પશુ આહાર બનાવીને વેચવાની શરૂઆત કરી હતી. તેમની મહેનત રંગ લાવી અને થોડા દિવસમાં નફો પણ થવા લાગ્યો હતો. હાલમાં તેઓ દર મહિને કુલ 5 લાખ રૂપિયાનો વેપાર કરે છે. 26 વર્ષીય વિપિને ઈન્દોરથી માઈક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન કરેલું છે. તેમણે કહ્યું હતું કે, દૂધના વેપારમાં ખર્ચના હિસાબે નફો થતો ન હતો.
મને 2 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારબાદ 6 મહિના સુધી હું ઈન્ટરનેટ પર અલગ અલગ કામ વિશે જાણકારી એકત્ર કરતો રહ્યો હતો. આ દરમિયાન મારા મગજમાં એ વિચાર આવ્યો કે, ગામના લોકોની પાસે પશુ છે પરંતુ આની માટે તેઓ પૌષ્ટિક આહાર લાવી શકતા નથી. આ વિસ્તારમાં એવી કોઈ કંપની પણ નથી કે, જે પશુ આહાર તૈયાર કરતી હોય. મેં વિચાર કર્યો હતો કે, આ વિભાગમાં કમાણી કરીએ તો કેવું રહેશે.
સપ્ટેમ્બર વર્ષ 2019માં પશુ આહાર તૈયાર કરવાનાં કામની શરૂઆત કરી હતી. વિપિને કહ્યું હતું કે, આહાર તૈયાર કર્યા બાદ તેને ખેડૂતો સુધી પહોંચાડવું એ સૌથી મોટો પડકાર હતો. આની માટે તેમણે માર્કેટિંગ સ્ટ્રેટજી બનાવી હતી. અમુક પેમ્ફલેટ છપાવીને એક ગાડી પર સ્પીકર લગાવીને પ્રચારની શરૂઆત કરી હતી. આ પદ્ધતિ સફળ રહી હતી. ધીરે-ધીરે તેમના ગ્રાહક વધવા લાગ્યા હતાં.
રાજગઢની આસપાસનાં કેટલાંક ગામમાં હવે તેમના કુલ 3,000 થી પણ વધારે રેગ્યુલર કસ્ટમર્સ રહેલાં છે. હાલમાં વિપિન દરરોજ કુલ 3 ટન પશુ આહાર તૈયાર કરે છે. એક ટન પશુ આહાર બનાવવામાં અંદાજે 17,000 રૂપિયાનો ખર્ચ થાય છે, જેનું કુલ 18,000 રૂપિયાના ભાવમાં વેચાણ કરવામાં આવે છે. તેઓની સાથે કુલ 4 લોકો પણ કામ કરે છે.
કેવી રીતે તૈયાર કરે છે પશુ આહાર ?
વિપિને કહ્યું હતું કે, પશુ આહાર બનાવવા માટે કપાસ, મગફળી, સોયાબીન, ખલી, મકાઈ, જુવાર, ઘઉં જેવા અનાજોની સાથે જ દાળના છોતરાની જરૂરીયાત પડે છે. કારણ કે, તેમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે. જેને એક નિશ્ચત પ્રમાણમાં ભેળવ્યા બાદ એમાં કેલ્સિયમ, ફોસ્ફોરસ, આયોડિન, કોપર, કોબાલ્ટ જેવા મિનરલ્સ સામેલ કરવામાં આવે છે, જેને ફરી ગ્રાઈન્ડરમાં પીસવામાં આવે છે. સંપૂર્ણ પ્રોસેસિંગ કર્યાં બાદ પેકિંગ કરવામાં આવે છે.
પશુઓ માટે આહાર કેમ મહત્ત્વનો છે ?
વિપિન કહે છે કે, સામાન્ય રીતે ખેડૂતો ઘાસ તથા ભૂંસું જ પશુઓને ખવડાવવામાં આવે છે. એવા સમયમાં તેમને જરૂરી પોષકતત્ત્વો મળી રહેતાં નથી. આ જ કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય જ છે. આની સાથે જ દૂધ પણ વધારે નીકળતું નથી. આ આહાર કમ્પ્લિટ ફૂડ છે, જેમાં હાજર એલિમેન્ટ્સ છે, જે એક સ્વસ્થ પશુને મળવા જોઈએ. જેને સવાર-સાંજ પશુઓને આપવું જોઈએ. જેથી હેલ્થ બેનિફિટની સાથે દૂધમાં વધારો થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.