પોલીસના રૂપમાં દાનવ… પરિણીત મહિલા પર દુષ્કર્મ કરતી વખતે રંગે હાથે ઝડપાયો પોલીસકર્મી

Published on Trishul News at 11:22 AM, Sun, 20 August 2023

Last modified on August 20th, 2023 at 12:56 PM

Rajasthan: રાજસ્થાનમાં દુસ્કર્મના નવા કેસો સામે આવી રહ્યા છે. તાજેતરનો મામલો રાજસ્થાન(Rajasthan) પોલીસ કોન્સ્ટેબલનો છે જે દૌસાના સિકંદરા પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ છે પરંતુ પોલીસ ચોકી ગીજગઢમાં પોસ્ટેડ છે. તેણે સ્વતંત્રતા દિવસની રાત્રે 30 વર્ષની પરિણીત મહિલા પર દુસ્કર્મ ગુજાર્યો હતો.

પીડિતાએ બૂમો પાડતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. એક મહિલા પર દુસ્કર્મ કરતા પોલીસકર્મીને રંગે હાથે પકડ્યા બાદ લોકોએ તેને પણ માર માર્યો હતો. પોલીસકર્મીને ગામલોકોએ આવો પાઠ ભણાવ્યો છે જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ગોળી મારી દેવાની ધમકી આપી દુસ્કર્મ કર્યો હતો
આરોપી પોલીસકર્મીનું નામ મહેશ ગુર્જર છે, જે સોડાલા બસદાનો રહેવાસી છે. પરિણીત મહિલાએ સિકંદરા પોલીસ સ્ટેશનમાં તૈનાત મહેશ ગુર્જર વિરુદ્ધ બસવા પોલીસ સ્ટેશનમાં દુસ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. મહિલાએ કેસ દાખલ કર્યો હતો કે 15 ઓગસ્ટની રાત્રે તેના સાસુ અને પતિ જન્મદિવસની પાર્ટીમાં ગયા હતા.

પીડિતા ઘરમાં એકલી સૂતી હતી. રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ આવીને તેના પલંગ પર સૂઈ ગયો. જ્યારે તે જાગી ત્યારે મહિલાએ ચીસો પાડવાનું શરૂ કર્યું તો તે વ્યક્તિએ તેનું મોં બંધ કરી દીધું અને કહ્યું કે તે રાજસ્થાન પોલીસમાં નોકરી કરે છે, જો અવાજ કરશે તો ગોળી મારી દેશે. મહિલાને એકલી જોઈને તે ઘરમાં પ્રવેશ્યો.

મહિલાના રડવાનો અવાજ આવતાં ગ્રામજનોએ પકડી લીધો હતો
જ્યારે તે વ્યક્તિએ તેની સાથે બળજબરીથી દુસ્કર્મ ગુજાર્યો ત્યારે મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા. તેઓએ પોલીસ કર્મચારીને ખાટલા પર બાંધીને માર માર્યો હતો. થોડા સમય બાદ પીડિતાનો પતિ અને સાસુ પણ ઘરે આવ્યા હતા. સ્થળ પર લોકોએ પોલીસને બોલાવીને તેને પોલીસને હવાલે કર્યો હતો.

અહીં 16 ઓગસ્ટના રોજ પીડિતાએ આ મામલામાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ 17 ઓગસ્ટે બસવા પોલીસ સ્ટેશનમાં કલમ 376 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પણ સવાલ એ છે કે જ્યારે તારણહાર જ ભક્ષક બની જાય તો પછી સલામતીની અપેક્ષા કોની પાસેથી રાખવી? હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Be the first to comment on "પોલીસના રૂપમાં દાનવ… પરિણીત મહિલા પર દુષ્કર્મ કરતી વખતે રંગે હાથે ઝડપાયો પોલીસકર્મી"

Leave a comment

Your email address will not be published.


*