એક RTI માં જાણકારી મળી કે RBI દ્વારા 50 લોકોની 68,000 કરોડથી પણ વધુની રકમ માફ કરી દેવામાં આવી છે. આ માહિતી બહાર આવતા જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલે સરકાર પર મોટા બેન્ક ડિફોલ્ટરના નામોને છુપાવવાનો આરોપ લગાવ્યો છે. સંસદમાં પોતાના પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નીરવ મોદી, મેહુલ ચોક્સી સહિત ભાજપના મિત્રોના નામ બેન્ક ચોરોની યાદીમાં નાખી દીધા છે.
संसद में मैंने एक सीधा सा प्रश्न पूछा था- मुझे देश के 50 सबसे बड़े बैंक चोरों के नाम बताइए।
वित्तमंत्री ने जवाब देने से मना कर दिया।
अब RBI ने नीरव मोदी, मेहुल चोकसी सहित भाजपा के ‘मित्रों’ के नाम बैंक चोरों की लिस्ट में डाले हैं।
इसीलिए संसद में इस सच को छुपाया गया। pic.twitter.com/xVAkxrxyVM
— Rahul Gandhi (@RahulGandhi) April 28, 2020
રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું, ‘સંસદમાં મે સીધો પ્રશ્ન પૂછ્યો હતો – મને દેશના 50 સૌથી મોટા બેન્ક ચોરોના નામ આપો. નાણામંત્રીએ જવાબ આપવાથી ઇનકાર કર્યો હતો. હવે RBIએ નીરવ મોદી, મેહુલ ચોક્સી સહિત ભાજપના ‘મિત્રો’ના નામ બેન્ક ચોરોની યાદીમાં નાખ્યા છે, માટે સંસદમાં આ સત્યને છુપાવવામાં આવ્યુ.’
માર્ચમાં બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ લોકસભામાં બેન્કિંગ ફ્રોડ કેસ અંગે મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકાર પાસે દેશના 50 મોટા ડિફોલ્ટરોની જાણકારી માંગી હતી. પ્રશ્ન કાળ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, ‘મે સરકારને સરળ સવાલ કર્યો કે દેશના 50 ડિફોલ્ટર કોણ છે? મને કોઇ જવાબ આપવામાં ના આવ્યો. પીએમ મોદી કહે છે કે જે લોકોએ ભારતની બેન્કોમાંથી ચોરી કરી છે, તેમને હું પકડીને પરત લાવીશ. તો મે સરકારને તેમના નામ પૂછ્યા. મને જવાબ ના મળ્યો.’
તેમના આ ટ્વિટના પ્રત્યુત્તરમાં નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે તેમાં છુપાવવાની કોઇ વાત જ નથી, તેની જાણકારી આપવામાં આવી છે. સીઆઇસીની વેબસાઇટ પર તમામ વિલફુલ ડિફોલ્ટરના નામ આપવામાં આવે છે. 25 લાખથી જે પણ થાય છે તેની જાણકારી આપવામાં આવે છે. અનુરાગ ઠાકુરના જવાબ પર સંસદમાં હંગામો થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news