સુરતના સીટી લાઈટ વિસ્તારમાં રહેતા અને ઉકાઈમાં ઝીંગાનો વેપાર કરત વેપારીનો પત્ની સાથે વિવાદ ચાલતો હોવાને કારણે ખટોદરા PSIને મળવા માટે આવ્યો હતો. પરંતુ દારૂના નશામાં ધુત થઇને આવ્યો હોવાને કારણે તે ભૂલથી PIની ચેમ્બરમાં ઘુસી ગયો અને ત્યાં જઈને ભારે હંગામો મચાવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
એક યુવકે કામ માટે આવું છું તેમ કહીને PSIને કોલ કરીને ઓડી કાર લઈને ખટોદરા પોલીસ સ્ટેશને આવીને સીધો જ PIની ચેમ્બરમાં ઘુસી ગયો અને PIને કહેવા લાગ્યો કે, મને ઓળખો છો, તમે મને બોલાવ્યો છે. PIએ જવાબ આપતા કહ્યું કે, મેં કોઈને પણ બોલાવ્યા નથી અને હું તમને ઓળખતો પણ નથી. યુવક દારૂના નશામાં ધુત થઇ આવ્યો છે તેવી જાણ થતાની સાથે જ PIએ તેમને બહાર કાઢી મુક્યો હતો.
ત્યારે દારૂના નશામાં ભાન ભૂલેલા વ્યક્તિએ PIને જોઈ લેવાની ધમકી આપી હતી અને તેમની સામે PI ભારે ગુસ્સે થયા હતા અને તેમની સામે દારૂ પીધેલાનો કેસ દાખલ કરીને પોલીસ લોકઅપમાં બેસાડી દીધો હતો. દારૂના નશામાં ભાન ભૂલેલા આ વ્યક્તિનું નામ રાહુલ ચંદ્રકાંત ગાંધી(40) છે અને તે પનાસગામ સીટી લાઈટ રાજલક્ષ્મી બંગલોમાં રહે છે.
રાહુલ ગાંધી હાલમાં ઉકાઈમાં ઝીંગા તળાવનો વેપાર કરે છે. ખટોદરા પોલીસે તેમના પર એક્શન લેતા પ્રોહિબીશનનો કેસ કરી 30 લાખની ઓડી કાર કબજે કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઝીંગાના વેપારી વિરુધ તેબી પત્નીએ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી. આ બાબતે વેપારીએ ખટોદરા પોલીસ સ્ટેશનના PSI પટેલ સાથે વાત કરી કામ માટે મળવું છે, જેને કારણે PSIએ તેમને [પોલીસ સ્ટેશનમાં મળવા માટે બોલાવ્યો હતો. જોકે તે દારૂના નશામાં ધુત થઇને આવ્યો હોવાને કારણે તે ભૂલથી PIની ચેમ્બરમાં ઘુસી ગયો અને ત્યાં જઈને ભારે હંગામો મચાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.