યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કોંગ્રેસના 51 સાંસદ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા માટે મનાવી શક્યા નથી. રાહુલ ગાંધીએ પાર્ટી સાંસદોને કહ્યું છે કે, તેઓ અધ્યક્ષ નહીં રહે.
કોંગ્રેસ સાંસદ શશિ થરુર અને મનીષ તિવારીએ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ પર રહેવાની તરફેણ કરતા કહ્યું છે કે, હાર માત્ર તમારી જવાબદારી નથી, તે સામૂહિક જવાબદારી છે. તેમ છતા રાહુલ ગાંધી હારની નૈતિક જવાબદારી પોતાની ગણીને હવે અધ્યક્ષ પદ પર રહેવા માંગતા નથી. બેઠકમાં દરેક 51 સાંસદોએ અપીલ કરી હતી પરંતુ રાહુલ ગાંધીએ બધાની વાત માનવાનો ઈનકાર કરી દીધો હતો.
આ દરમિયાન યુથ કોંગ્રેસના સભ્યો પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરની બહાર ભેગા થયા છે. તેમણે રાહુલ ગાંધીને રાજીનામું પરત લઈને પાર્ટી અધ્યક્ષ રહેવાની માંગણી કરી છે. નોંધનીય છે કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 52 સીટ પર જીત મેળવી છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત 51 સાંસદ હાજર રહ્યા હતા.
રાજીનામાની જીદ પર અટક્યા રાહુલ ગાંધીલોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપવા મામલે અડગ છે. આ પહેલાં પણ કોંગ્રેસ બેઠકમાં તેઓ રાજીનામા વિશે વાત કરી ચૂક્યા છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પણ રાહુલ ગાંધીએ પદ છોડવાની વાત કરી હતી. જેને કાર્યસમિતિએ નકારી દીધી હતી. આ બેઠકમાં પણ રાહુલ ગાંધી તેમની વાત પર અડગ રહ્યા હતા. ત્યારપછી કોંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, તમારો કોઈ વિકલ્પ નથી.
કાર્યસમિતિના સભ્યોએ રાહુલ ગાંધીને કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં પાર્ટીને તેમના માર્ગદર્શનની જરૂર છે. તેથી તેમનું પાર્ટી અધ્યક્ષ પદ પર રહેવું જરૂરી છે. આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેમની જગ્યાએ પ્રિયંકા ગાંધીનું નામ પણ પ્રસ્તાવિત કરવામાં ન આવે. તે ઉપરાંત કોઈ બિન કોંગ્રેસીને જ અધ્યક્ષ બનાવવામાં આવે. પરંતુ કાર્યસમિતિએ રાહુલ ગાંધીની વાત માની નહતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.