કોંગ્રેસ પાર્ટીની ભારત બચાવો રેલીમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ સરકાર પર આકરા શબ્દો ફેક્ય હતા. રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા, મંદી, બેરોજગારી સાથે-સાથે ખેડૂતો મુદ્દે સીધું જ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “મને મારા નિવેદન બદલ માફી માંગવા માટે કહેવામાં આવ્યું. પરંતુ હું સચ્ચાઇ માટે ક્યારેય માફી નહીં માંગુ.”
રાહુલ ગાંધીએ કહ્યું કે “મારું નામ રાહુલ સાવરકર નથી. રાહુલ ગાંધી છે. જો કોઇએ માફી માંગવાની જરૂર છે તો તે મોદી અને શાહને છે. બંનેએ દેશવાસીઓની માફી માંગવી જોઇએ. તેમણે કહ્યું કે નોટબંધીને કારણે અર્થવ્યવસ્થાને જે ફટકો પડ્યો છે તેની કળ હજુ વળી નથી. નરેન્દ્ર મોદી એકલાએ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી. તેમણે તમારા ખિસ્સામાં રહેલા પૈસા છિનવી લીધા.”
રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભાજપ સરકારે તમામ રૂપિયા 2-3 ઉદ્યોગપતિઓને ધરી દીધા છે. જેના કારણે લોકોના મોબાઇલ ડેટા પણ મોંઘા થઇ ગયા છે. આજે જીડીપી ગ્રોથ 4 ટકા છે પરંતુ હકીકતમાં જોઇએ તો ફક્ત 2.5 ટકા જ જીડીપી છે. રાહુલ ગાંધીએ મીડિયાને પણ સલાહ આપતા કહ્યું કે મીડિયા અમારી સરકાર પર આક્રમણ કરતું હતું. એ સમયે તમે તમારું કામ કર્યું. પરંતુ અત્યારે તમે તમારું કામ ભૂલી ગયા છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.