PM મોદીને ઘેરવાના ચક્કરમાં રાહુલ ગાંધી પોતે જ ઘેરાયા, ટ્વિટ કરી કહ્યું એવું કે….

ગઈકાલે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે, ઈન્ડિયન આર્મીમાં મહિલાઓને પણ પરમેનેન્ટ કમાન્ડ પોસ્ટિંગ આપવામાં આવે. એટલે કે અત્યાર સુધી મહિલા અધિકારીઓ શોર્ટ સર્વિસ કમિશન દ્વારા ભરતી પામી 14 વર્ષ સુધી કામ કરી શકતી હતી. એ નિયમમાં ફેરફાર કરી તેમને કમાન્ડ પોસ્ટ ઉપરના હોદ્દા સુધી પ્રમોશન આપવામાં આવે.સુપ્રીમકોર્ટે સેનામાં મહિલા અધિકારીઓને કમાન્ડ પોસ્ટિંગ આપવાનો માર્ગ મોકળો કરી દીધો છે. કોર્ટે આદેશ કર્યો છે કે મહિલાઓને ત્રણ મહિના સ્થાયી કમિશન આપવામાં આવે. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ આદેશ કોમ્બેટ એટલે કે સીધા યુદ્ધમાં ઉતરનારી વિંગ પર લાગુ નહીં થાય.

સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એવા રાહુલ ગાંધીએ સેનાની મહિલા અધિકારીઓને ત્રણ મહિનાની અંદર કમિશન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોમવારે દાવો કર્યો કે, નરેન્દ્ર મોદી સરકારે આ મુદ્દે કોર્ટમાં જે દલીલ આપી તે દેશની મહિલાઓનું અપમાન છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એવા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કર્યું, સરકારે સુપ્રીમ કોર્ટમાં એમ દલીલ આપી કે મહિલા આર્મી ઓફિસર કમાન્ડ પોસ્ટ અથવા પર્મનેન્ટ સર્વિસના યોગ્ય છે કે નહીં કેમકે તેઓ પુરુષોથી સામાન્ય છે. એવુ કરીને કેન્દ્ર સરકારે તમામ ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે. હું ભારતની મહિલાઓને અવાજ ઉઠાવવા અને બીજેપી સરકારને ખોટી સાબિત કરવા માટે ધન્યવાદ પાઠવું છું. રાહુલ ગાંધી સરકાર પર નિશાન સાધવાના ચક્કરમાં તે ભૂલી ગયા કે આ સમગ્ર મામલો તેમની ગત મનમોહનસિંહ સરકારના સમયગાળાનો છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એવા મનમોહનસિંહ સરકારે 6 જુલાઈ 2010ના રોજ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો જેમાં દિલ્હી હાઈકોર્ટે સેનામાં મહિલા ઓફિસરોને કાયમ માટે કમીશન આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

પ્રીતિ ગાંધીનું ટ્વીટ: કોંગ્રેસ સરકારે 2010 માં ભારતીય મહિલાઓનું અપમાન કર્યું

જયારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે, તેવી જ રીતે કોંગ્રેસને મહિલા વિરોધી ગણાવ્યા છે. જ્યારે ભાજપ મહિલા મોરચા રાષ્ટ્રીય મીડિયાની રાષ્ટ્રીય પ્રભારી પ્રીતિ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, રાહુલ ગાંધી…, કઇ સરકારે ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે? શું તમે જાણો છો કે, 2010 માં કોંગ્રેસ સરકારે મહિલા અધિકારીઓને લાભ આપવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

સ્મૃતિ ઈરાનીનો જવાબ: પ્રધાનમંત્રીએ લૈગિંક ન્યાય સુનિશ્ચિત કર્યો

રાહુલ ગાંધીના ટ્વિટ બાદ સ્મૃતિએ ટ્વિટ કર્યું હતું કે, આદરણિય બગાની શાદી મેં અબ્દુલ્લા દિવાને, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા કે જેમણે સશસ્ત્ર દળમાં મહિલાઓ માટે કાયમી કમિશનની જાહેરાત કરી લૈગિંક ન્યાય સુનિશ્ચિત કર્યું. ભાજપ મહિલા મોરચાએ આ મુદ્દાને ત્યારે ઉઠાવ્યો હતો કે જ્યારે તમારી સરકારે આ ફેરફારનો ઠેકો આપ્યો હતો. ટ્વિટ કરતા પહેલા ટીમને કહો કે તે ચેક કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *