છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ અધ્યક્ષરાહુલ ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કથિત ભ્રષ્ટાચાર મામલે આડે હાથે લઇ રહ્યા છે. હવે ભાજપ નેતાઓ ની આખી ફોજ રાહુલ ગાંધી ના વિરોધમાં ઉતરી પડી છે. ત્યારે ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ એ રાહુલ ગાંધીને કુંભમેળામાં ગંગામાં ડૂબકી મારવા માટે આમંત્રણ આપી દીધું છે સાથે-સાથે સ્વાસ્થ્યમંત્રી એ આમ કરવાનો ફાયદો પણ જણાવ્યો છે સ્વાસ્થ્ય મંત્રી જણાવે છે કે રાહુલ ગાંધી કુંભમેળામાં આવીને ગંગામાં ડૂબકી લગાવશે તો તેમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ કરવાના પાપ થઈ જશે રાહુલ ગાંધી જે જૂઠાણું ચલાવી રહ્યા છે તે બાબતે તેમને માફ કરી દેશે.
મા ગંગા રાહુલ ગાંધી ના તમામ પાપો બદલ માફી આપી દેશે અને હું તેમને પ્રયાગરાજ ની મુલાકાત લેવા માટે આમંત્રણ પણ આપું છું. વધુમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી રાહુલ ગાંધી દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવો આક્ષેપ પણ મંત્રીએ કર્યો હતો. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી યોજના માટેના એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપતી વખતે સ્વાસ્થ્ય મંત્રીએ આ તમામ આક્ષેપો રાહુલ ગાંધી પર કર્યા હતા.
આ તમામ આક્ષેપો સિદ્ધાર્થનાથ સિંહ તે જ દિવસે કર્યા હતા, જ્યારે રાફેલ જેટ સોદા અંગેની ચર્ચા થઇ હતી અને ભારે હોબાળો થયો હતો. રાહુલ ગાંધીએ અનિલ અંબાણી નું નામ લોકસભામાં લેતા લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને તેમને અનિલ અંબાણી નું નામ નહી લેવા માટે ટકોર કરી હતી. ત્યારે રાહુલ ગાંધીએ અનિલ અંબાણી ના બોલી શકાય તો શું ડબલ AA બોલી શકાય તેમ હાસી પણ ઉડાવી હતી.
અયોધ્યામાં રામ મંદિર બનવા અંગેના સવાલ જવાબ આપતા મંત્રીએ કહ્યું કે, દેશનો દરેક નાગરિક ઇચ્છે છે કે મંદિર બને અને મને આશા છે કે સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં જ આ બાબતે સારો નિર્ણય લેશે.