દેવદૂત બનીને આવ્યો રેલ્વે કર્મચારી: સ્ટેશન પર ટ્રેક પર પડી ગયેલા અજાણ્યા વ્યક્તિને બક્ષ્યું નવજીવન- જુઓ live વિડીયો

આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે કોઈનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકતા જરાક પણ ખચકાતા નથી. કદાચ આ લોકોનો જુસ્સા અને બહાદુરીના કારણે જ આ દુનિયામાં માનવતા જીવંત છે. તમે સોશિયલ મીડિયા(Social media) પર આવા ઘણા અકસ્માતો જોયા હશે, જેમાં કોઈ વ્યક્તિ રેલવે સ્ટેશન(Railway station) પર પાટા પર પડી જાય છે અને પછી કોઈ તેનો જીવ બચાવે છે. તાજેતરમાં આવો નજારો જોવા મળ્યો છે. જેમાં એક રેલ્વે કર્મચારીએ પોતાનો જીવ જોખમમાં મુકીને અન્ય વ્યક્તિનો જીવ બચાવ્યો છે.

રેલવે મંત્રાલયે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રેલવે સ્ટેશન પર અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવતો જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે, ટ્રેન આવી રહી હતી, તે જ સમયે, તે જ પાટા પર તે વ્યક્તિ પડી ગયો હતો. જો બચાવનાર વ્યક્તિ થોડો પણ મોડો પડ્યો હોત તો અજાણ્યા વ્યક્તિનો જીવ ગયો હોત.

રેલવેએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને લખ્યું- એક બહાદુર ઑન-ડ્યુટી સ્ટાફની મદદથી એક વ્યક્તિનો જીવ બચી ગયો. કર્મચારી પોતે જે ટ્રેક પર ટ્રેન આવી રહી હતી તે ટ્રેક પર કૂદી ગયો હતો, જેથી તે અજાણ્યા વ્યક્તિને ગંભીર ઈજા થતાં બચાવી લીધો હતો. ભારતીય રેલ્વેને એચ સતીશ કુમાર જેવો આશાસ્પદ સ્ટાફ હોવાનો ગર્વ છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે સતીશ ટ્રેક પર પડી ગયેલા વ્યક્તિ પાસે દોડે છે. બીજી બાજુથી ટ્રેન આવી રહી છે. સતીષ તરત જ તેને પાટા પરથી ખસેડી દે છે. આ દરમિયાન પ્લેટફોર્મ પર ઊભેલી અન્ય વ્યક્તિએ સતીશને પોતાનો ધ્વજ સોંપ્યો જેથી કરીને અન્ય કોઈ અકસ્માત ન થાય.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે ઘણા લોકો સતીશના વખાણ કરી રહ્યા છે, તો ઘણા લોકોએ તે મહિલાના વખાણ કર્યા છે જેણે સતીશને ટ્રેક પર ફસાયેલા પુરુષ વિશે જણાવ્યું હતું. બીજી તરફ, ઘણા લોકોએ સતીશને ધ્વજ આપનાર વ્યક્તિના વખાણ પણ કર્યા કારણ કે ફ્લેગ વગર પણ ટ્રેન સાથે અકસ્માત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *