ભારતીય રેલ્વેએ (Indian Railway) બુધવારે જણાવ્યું હતું કે, તે તેના 13 લાખ કર્મચારીઓને સ્વાસ્થ્ય વીમા યોજના (Health Insurance) પ્રદાન કરીને તેમની સારવારના ક્ષેત્રને વિસ્તૃત કરવાનું વિચારી રહી છે. રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તે પહેલાથી જ ‘રેલ્વે કર્મચારી ઉદાર ઉદ્યોગ આરોગ્ય યોજના’ અને ‘સેન્ટ્રલ એમ્પ્લોઇઝ હેલ્થ સર્વિસ’ (CGSH) દ્વારા તેના કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિવારોને તબીબી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડે છે.
ભારતીય રેલ્વે દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારતીય રેલ્વે હવે રેલ્વે કર્મચારીઓની તબીબી સારવારનો અવકાશ વધારવાની દરખાસ્ત કરી રહી છે. નિવેદનમાં જણાવાયું છે કે, આ પ્રમાણે રેલવે કામદારો માટે ‘કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્સ્યુરન્સ સ્કીમ’ સંબંધિત તમામ પાસાઓની તપાસ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તેનો હેતુ તબીબી, આકસ્મિક પરિસ્થિતિઓ વગેરે દરમિયાન આર્થિક જોખમોથી તેમને વીમા કવચ પૂરો પાડવાનો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રેલવેએ તેના તમામ વિભાગ અને ઉત્પાદન એકમોના જનરલ મેનેજરો પાસેથી દરખાસ્ત અંગે તેમના સૂચનો અને પ્રતિસાદ માંગ્યા છે.
રેલ્વેએ કર્મચારીઓ માટે શરૂ કરી નવી સેવા
ઘરે બેઠેલા રેલ્વે કર્મચારીઓને પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) વગેરે પ્રદાન કરવાની નવી જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ સાથે, નિવૃત્ત રેલ્વે કર્મચારી ફાઇલ ક્યાંથી બાકી છે, ચુકવણી કેટલા સમય સુધી થશે તેની માહિતી સરળતાથી મેળવી શકશે.
રેલવે બોર્ડના પ્રિન્સિપલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (એકાઉન્ટ્સ) અંજલિ ગોયલે 6 ઓગસ્ટે આ પત્ર આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, નિવૃત્ત રેલ્વે કર્મચારીને પેન્શન સંબંધિત કામ માટે ડીઆરએમ ઓફિસ અથવા અન્ય ઓફિસમાં જવાની જરૂર રહેશે નહીં.
આ માટે એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેનું નામ રેલ સર્વિસ-સીપીસી-7-પીપીઓ છે. નિવૃત્ત રેલ્વે કર્મચારી મોબાઇલ પર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. તમે એપ્લિકેશનમાં તમારો સર્વિસ નંબર દાખલ કરીને બધી માહિતી મેળવી શકો છો તમે પીપીઓથી કુટુંબિક પેન્શનની માહિતી મેળવી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews