ડોનાલ્ડ ટ્રમ્પને નદી માંથી દુર્ગંધ ન આવે એટલે સરકાર છોડશે ગંગાનું પવિત્ર પાણી- જાણો વિગતે

વિશ્વવિખ્યાત અને ભારતની શાન એવો તાજમહેલ કોણે નહિ જોયો હશે. તાજમહેલની અદ્ર્રીતીયા ભર્યું સોંદર્યના દર્શન કરવા વિશ્વભરથી લાખો લોકો આવે છે. અને તાજમહેલની અદ્ભુત સોંદર્યતાનો…

વિશ્વવિખ્યાત અને ભારતની શાન એવો તાજમહેલ કોણે નહિ જોયો હશે. તાજમહેલની અદ્ર્રીતીયા ભર્યું સોંદર્યના દર્શન કરવા વિશ્વભરથી લાખો લોકો આવે છે. અને તાજમહેલની અદ્ભુત સોંદર્યતાનો નજારો જોવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. અને સ્વાભાવિક છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જોતા-જોતા તાજમહેલના પાછળના ભાગમાં પણ જશે. અને તાજમહેલના પાછળના ભાગમાં પવિત્ર નદી યમુના વહે છે.

આ વાત કરતા શરમ અનુભવાય કે યમુનાની ગંદકી જગજાહેર છે. તેમાંથી આવતી દુર્ગંધથી લોકોની હાલત ખરાબ થઈ જાય છે. ટ્રમ્પને દુર્ગંધ ન આવે તે માટે ઉત્તરપ્રદેશ સરકારે નવું પગલું ભર્યું છે. ઉત્તર પ્રદેશ સરકારની સિંચાઈ વિભાગે નિર્ણય કર્યો છે કે તે યમુનામાં બુલંદશહેરના ગંગા નહેરનું 500 ક્યુસેક પાણી છોડશે. જેથી યમુના થોડી સાફ અને સુંદર દેખાય. પાણીમાં વહેણ વધ્યું તો તેમાં દુર્ગંધ ઓછી થઈ જશે.

UPમાં સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવતા કહ્યું છે કે બુલંદશહેરથી છોડેલું પાણી 21 ફેબ્રુઆરી સુધી આગ્રાની યમુના નદી સુધી પહોંચી જશે. તેનાથી યમુના નદીની પર્યાવરણીય સ્થિતિમાં ખૂબ લધુ સુધારો આવવાની આશા છે. સિંચાઈ વિભાગનું કહેવું છે કે તેનો પ્રયત્ન એ છે કે 24 ફેબ્રુઆરી સુધી યમુનામાં ગંગાજળનો વહેણ સતત વહેતો રહે. તેનાથી યમુનામાં મિક્સ થયેલ ઓક્સિજનનું પ્રમાણ વધશે.

યમુનાનું પાણી તેનાથી પીવા લાયક તો નહીં રહે પરંતુ તેનાથી દુર્ગંધ ઓછી થવાની સંભાવના છે. મહત્વની વાત તો એ છે કે પર્યાવરણ માટે કામ કરનાર નિષ્ણાંતોનું માનવું છે કે ગંગાનું પાણી યમુનામાં નાખવાના કારણે કોઈ ફરક નહીં પડે. એક-બે દિવસ માટે યમુનાને થોડુ ઠીક કરી શકાય છે પરંતુ હંમેશા માટે નહીં.

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે.રાજ્ય સરકાર અને મ્યુનિ.કોર્પોરેશન કરોડોના ખર્ચે કરી શહેરની કાયાપલટ કરી રહ્યાં છે. એટલું જ નહીં, વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્નિ મેલાનિયા માટે ફાઇવ સ્ટાર હોટલના સ્યુટને ટક્કર મારે તેવો આલિશાન ગ્રીન રૂમ બનાવવામાં આવી રહ્યો છે. રોડ શો બાદ મોટેરા સ્ટેડિયમ પહોંચી ડોનાલ્ડ ટ્રમ્પ-મેલાનિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક મિનિટો માટે આરામ કરી શકે અને રિફ્રેશ થાય તે માટે સ્ટેડિયમના કલબ હાઉસમાં ખાસ સુવિધા ઉભી કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *