ગુજરાત(Gujarat): રાજ્યના હવામાન વિભાગ(Meteorological Department)ના જણાવ્યા મુજબ 23 જુલાઇથી 27 જુલાઇ સુધી અતિભારે વરસાદની આગાહી(Rain forecast) કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ હવે વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાબકશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર:
હવામાન વિભાગ દ્વારા તારીખ 23 એટલે કે આજે અને કાલે એટલે કે, 24 જુલાઈએ રાજ્યમાં અતિભારે વરસાદ ખાબકશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને 6 જિલ્લાને રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, તારીખ 23 અને 24 જુલાઇના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં પણ આજે અને કાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 અને 24મી તારીખના રોજ માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે તારીખ 23 અને 24 જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.24 અને 25 જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ફરી એકવાર વરસાદી સિસ્ટમ થઇ એક્ટીવ:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ એક્ટીવ થતા ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ આગાહી અનુસાર, અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ ખાબકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોધમાર વરસાદ ખાબકતા 50 જળાશયો હાઇએલર્ટ પર મૂકી દેવામાં આવ્યા આવ્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 % જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.