વધુ એક આગાહીથી ખેડૂતના ધબકારા વધ્યા, આ ત્રણ દિવસ ખાબકશે ધોધમાર વરસાદ- જાણો તમારે પડશે કે નહી

ગુજરાત(Gujarat): રાજ્યમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજ પડતાં વરસાદી માહોલ જામ્યો છે. રવિ પાક, બાગાયતી…

ગુજરાત(Gujarat): રાજ્યમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજ પડતાં વરસાદી માહોલ જામ્યો છે. રવિ પાક, બાગાયતી પાક, શાકભાજી સહિત મોટાભાગના પાક ધોવાય જવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. સરકાર દ્વારા બેઠક કરીને પ્રાથમિક સર્વે કરવા આદેશ તો આપવામાં આવ્યો છે. પણ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત જ દેખાઈ રહ્યું છે. પહેલા 29 અને 30 માર્ચના રોજ કમોસમી વરસાદ(Unseasonal rain)ની આગાહી(Rain forecast) કરવામાં અવી હતી જેમાં હવે વધુ એક દિવસ ઉમેરી દેવામાં આવ્યો છે.

હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, 30 માર્ચ અને 31 માર્ચના રોજ ગુજરાતના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં વરસાદની ખાબકવાની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે. 30 માર્ચના રોજ દ્વારકા, જામનગર અને કચ્છમાં, 31 માર્ચના રોજ બનાસકાંઠા,સાબરકાંઠા, પોરબંદર, અમરેલી, જૂનાગઢમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે છે. આ આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માવઠાના મુદ્દે બેઠક યોજવામાં અવી હતી. જે બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નુકસાનની જાણકારી આપવામાં આવી હતી. તેમજ 27 જિલ્લાના 111 તાલુકામાં કમોસમી વરસાદથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા સંબંધિત જિલ્લા કલેક્ટરને પ્રાથમિક સરવે હાથ ધરવા માટે કહેવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના લીધે જગતનો તાત ખુબ જ ચિંતિતિ થયો છે. ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતનો ઉભો પાક પલળી જવાને કારણે તેમાં જીવાત પડવાથી અન્ય રીતે પણ નુકસાન થવા પામ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *