ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લાઓમાં થશે વરસાદ ?

Published on: 1:17 pm, Fri, 10 May 19

હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં 30-40 કિમી ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે. વાતાવરણ પલટાતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેથી વરસાદી ઝાપટું પડવાની પણ સંભાવના છે. 72 કલાક બાદ ફરીથી ગરમીમાં વધારો થઈ શકે છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, અમરેલી અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડશે, જેથી આસપાસના વિસ્તારોમાં ગરમીથી રાહત મળશે.

હવામાન ખાતાની આગાહીની સાથે જ ગુજરાતના ખેડૂઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.