નીતિન પટેલનું નામ પત્રિકામાં છપાયું નહી- વિવાદ થતા અમિત શાહના કાર્યક્રમની પત્રિકાઓ ફરી છપાવવામાં આવી

અમિત શાહ કેન્દ્રના ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. આ…

અમિત શાહ કેન્દ્રના ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. આ કાર્યક્રમોમાં આમંત્રણ આપવા માટે છપાયેલી આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ હોવાની જાણકારી મળી રહી છે. જોકે, આ પત્રિકા જૂની હોવાનું તંત્ર જણાવી રહ્યા છે. નવી પત્રિકામાં નીતિન પટેલનું નામ હોવાનું અમદાવાદના મેયર બિજલ પટેલે જણાવ્યું હતું. 

મળતી માહિતી પ્રમાણે આજે ઇન્કમટેક્ષ ફ્લાઇ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ છે. જોકે, ઇન્કમટેક્સ બ્રિજના લોકાર્પણ કાર્યક્રમ માટે છપાવવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ હતું. નવાઇની વાત તો એ છે કે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના નેજા હેઠળ માર્ગ મકાન વિભાગ આવેલું હોવા છતાં તેમના નામી બાદબાકી પત્રિકામાં કરવામાં આવી છે. નીતિન પટેલ સાથે આવું પહેલી વખત બન્યું નથી. આ પહેલા પણ એસવીપી હોસ્પિટલના આમંત્રણ પત્રિકામાં નિતિન પટેલનું નામ ગાયબ હતું. જોકે, આ અંગે અમદાવાદના મેયર બિજલ પટેલ જણાવ્યું હતું કે, આ પત્રિકા જૂની છે જેમાં નીતિન પટેલનું નામ નથી પરંતુ નવી પત્રિકા છે જેમાં નીતિન પટેલનું નામ છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વીએસ હૉસ્પિટલનાં સંકુલ ખાતે બનેલી એસવીપી હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદી વાઇબ્રન્ટ સમિટનાં એક દિવસ પહેલા જ ગુજરાતનાં મહેમાન બન્યા હતા. હૉસ્પિટલનાં લોકાર્પણ કાર્યક્રમ માટે એએમસી દ્વારા આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી. એએમસી દ્વારા હૉસ્પિટલનાં લોકાર્પણ માટેની આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ જ ગાયબ હતો. નીતિન પટેલનું નામ ગાયબ હોવાના કારણે આમંત્રણ પત્રિકાને લઇને વિવાદ ઊભો થયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આરોગ્યમંત્રી હોવા છતા તેમનું નામ છાપવામાં આવ્યું નથી. આ ઉપરાંત અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલની આમંત્રણ પત્રિકામાંથી પણ નીતિન પટેલનું નામ ગુમ હતું.

એસવીપી હૉસ્પિટલની આમંત્રણ પત્રિકામાં વિશેષ ઉપસ્થિતિ તરીકે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આઇકે જાડેજાનું નામ છાપવામાં આવ્યું હતું.. ત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, નીતિન પટેલનું નામ ભૂલથી લખવાનું રહી ગયું છે કે છાપવામાં જ આવ્યું નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *