ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સતત વરસાદી માહોલ વચ્ચે સાર્વત્રિક રીતે મેઘ મહેર યથાવત રાખી છે. જેમાં બરવાળા તાલુકામાં 380 મી.મી. એટલે કે 15 ઇંચ, મહુધામાં 340 મી.મી. અને ધંધુકામાં 322 મી.મી. એટલે કે 13 ઇંચ, કડીમાં 301 મી.મી. અને ગઢડામાં 297 મી.મી. એટલે કે 12 ઈચ, રાણપુરમાં 267 મી.મી. અને ગલતેશ્વરમાં 256 મી.મી. મળી કુલ બે તાલુકામાં 10 ઇંચ જેટલો, ચુડામાં 242 મી.મી. અને કલોલમાં 228 મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 10 ઓગસ્ટ અને સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન ધાંગધ્રા તાલુકામાં 211 મી.મી., જોટાણામાં 210 મી.મી., વલ્લભીપૂરમાં 205 મી.મી., નાંદોદમાં 201 મી.મી. અને છોટાઉદેપુરમાં 200 મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે ડેડીયાપાડા 192 મી.મી., રાપર 109 મી.મી., થાનગઢમાં 186 મી.મી., વઢવાણમાં 185 મી.મી., ગોધરામાં 184 મી.મી., ગાધીધામમાં 180 મી.મી., સાણંદમાં 180 મી.મી., ઉમરાળામાં 180 મી.મી., કઠલાલમાં 177 મી.મી., મહેસાણામાં 178 મી.મી., આણંદમાં 171 મી.મી., ભચાઉમાં 173 મી.મી., રાજકોટમાં 171 મી.મી. અને ડેસરમાં 171 મી.મી. મળી કુલ 14 તાલુકાઓમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
તેમજ ગુજરાત રાજ્યના ઠાસરા, ધોળકા, વિંછીયા, ચોટીલા, મોરબી, ટંકારા, ધ્રોળ, ઉમરપાડા, વિજાપુર, આમોદ, કોટડાસાંગાણી અને ઉમરેઠ મળી કુલ 12 તાલુકાઓમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે લાલપુર, જેતપુરપાવી, માતર, જોડીયા મહેમદાવાદ, ખંભાત, જાંબુધોડા, ગોંડલ, બોરસદ, ધનસુરા, સુબીર, માંગરોળ, દસાડા, અમદાવાદ શહેર, સાયલા, હાલોલ, કરજણ, લખતર, મૂળી,લીબડી, લોધીકા, કલ્યાણપુર, સોજીત્રા, સમી, ભાવનગર, તારાપુર, બાબરા અને હિંમતનગર મળી કુલ 30 તાલુકાઓમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
તેમજ સાવલી, સિહોર, લાઠી,અમરેલી, વાડિયા, કપડવંજ, વડોદરા, પડધરી, વસો, ઘોઘંબા, ખેડા, માણસા, ડભોઇ, નેત્રંગ, જામનગર, પાટણ, આંકલાવ, પ્રાંતિજ, જસદણ, સાગબારા, સોનગઢ, બોડેલી, ગરુડેશ્વર અને માળીયામીયાણા મળી કુલ 24 તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 30 તાલુકાઓમાં 3 ઈચથી વધુ, અન્ય 51 તાલુકામાં બે ઇંચથી વધુ અને અન્ય 46 તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ સાથે-સાથે ગુજરાત રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 77.80 ટકા જેટલો નોધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 98.31 ટકા, કચ્છમાં 61.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.45 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.72 ટકા અને સૌરાષ્ટ્રમાં 64.15 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો હોવાના અહેવાલો છે.