હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી- જાણો હવે ક્યાં જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા

Gujarat weather forcast: ગુજરાતમાં થોડાક સમયથી વરસાદે આરામ લીધો છે. જેને લઈને ખેડૂતો પણ પોતાની કામગીરીમાં જોતરાયા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવાયા મુજબ, આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ(Gujarat weather forcast) પડી શકે છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવી શકે છે.

વલસાડ, તાપી, ડાંગમાં પડી શકે વરસાદ
હવામાન વિભાગ દ્વારા જણાવાયા મુજબ સમગ્ર સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો બીજી બાજુ આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતના શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ આજે મેઘમલ્હાર થઈ શકે છે અને દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

સારબકાંઠા,પાટણ, જામનગરમાં આગાહી
તે ઉપરાંત આણંદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની અને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં પણ વરસાદ શકયતા વ્યક્ત કરાઈ છે.અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સારબકાંઠા,પાટણ, જામનગર સહીત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાઇ શકે છે.

‘ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના’
તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. તમને જણાવી દઈએ કે, અન્ય કેટલાક હવામાન સસ્એત્રીઓએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તારીખ 19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *