સુરતમાં જૈન સમાજની દીક્ષાર્થીની ની શોભા યાત્રામાં અનોખા દ્રશ્ય સર્જાયા. જેમાં દિક્ષાર્થી હાઇડ્રોલિક ક્રેન ઉપર ચઢી નોટોનો વરસાદ કરી રહી હતી.
આશરે બસો ફૂટની ઊંચાઈ પર હાઇડ્રોલિક ક્રેન પર ચઢી દિક્ષાર્થીએ નોટોની વર્ષા કરી હતી. ફેશન ડિઝાઇનિંગ કરતી નિરાલી મહેતા સંયમના માર્ગે ચાલશે. આજે નિરાલી મહેતાની વર્ષીદાનની શોભાયાત્રા નીકળી હતી. ભવ્ય કાર ના બદલે હાઇડ્રોલિક ક્રેઇન પર ચઢી દાન આપ્યુ હતુ.ગુજરાતમાં પ્રથમ વખત હાઇડ્રોલિક ક્રેન પર ચઢી કોઈએ વર્ષીદાન કર્યું છે. વર્ષીદાનના વરઘોડામાં ભવ્ય રથ સહિત ગજરાજ, ઘોડા અને ઉંટ પણ શામેલ થયા હતા.નિરાલીએ હાઇડ્રોલિક ક્રેન પરથી બંને હાથોથી દાનની વર્ષા કરી હતી.નિતાલીએ દોઢ વર્ષ પહેલાં ઉપધાન તપમાં દીક્ષાનો સંકલ્પ લીધો હતો. આગામી ડિસેમ્બર માસમાં નિરાલી સંસારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરશે.
જૈન સમાજમાં દીક્ષા નગરી તરીકે જાણીતા સુરત શહેરમાં ચાતુર્માસ પૂર્ણ થયા બાદ દીક્ષાનો દોર ફરી શરૂ થઈ ગયો છે. જેમાં હવે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં સક્રિય એવી નિરાલી ભૌતિક સુખ અને સમૃદ્ધિ નો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરશે.નાનપુરાના મહેતા પરિવારમાં લાડકોડથી ઉછરેલી નિરાલીએ દોઢ વર્ષ પહેલા ઉપધાન તપ વેળાએ સંસારનો મોહ ત્યજી દીક્ષાનો સંકલ્પ લીધા બાદ હવે અન્ય ૧૭ મુમુક્ષુઓ સાથે સંયમ માર્ગે પ્રયાણ કરશે. દીક્ષા પૂર્વે આજે ટીમલિયાવાડ, બાબુ નિવાસ ગલીમાં આવેલા ઘર આંગણેથી નિરાલીની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી..
૨૮ વર્ષીય નિરાલીએ સુરતમાંથી બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ સ્વ રુચીને કારણે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં જંપલાવ્યુ હતુ. છ મહિના સુધી અનુભવ લઈ વ્યવસાય ક્ષેત્રનો અનુભવ મેળવ્યો હતો. જોકે દોઢ વર્ષ પહેલાં પાલીતાણામાં આચાર્ય યોગ તિલક સુરી મહારાજની નિશ્રામાં ઉપધાન તપ કર્યા બાદ દીક્ષાનો સંકલ્પ લીધો હતો. પિતા અને માતા સહિતના પરિવારજનોની સંમતિ બાદ ગુરુ ભગવંતોની નિશ્રામાં આધ્યાત્મિક સફર શરૂ કરી હતી. જેમાં સિદ્ધિ તપ કરી ૨૫૦ કિલો મીટર સુધીનો વિહાર યાત્રાનો અનુભવ મેળવ્યો હતો. ચાર બહેનોમાં નિરાલી ત્રીજી બહેન હોવાની સાથે પરિવાર માં પ્રથમવાર દીક્ષાના પડઘમ વાગતા ઘર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.