હવામાન વિભાગ (Meteorological Department): આ વર્ષે ભારત દેશમાં માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ આકરી ગરમીની પણ શરૂઆત થઈ ચુકી છે. ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના વિદર્ભ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના કહ્યા અનુસાર, આ તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ભારે પવન સાથે ગાજવીજ અને વીજળીના ચમકારા પણ જોવા મળેશે તેવી અગાહી કરવામાં આવી છે. આ અગાહી બાદ સમગ્ર દેશના ધરતી પુત્રો મોટી ચિંતામા મુકાય ગયા છે.
ભારતીય હવામાન વિભાગના કહ્યા અનુસાર, દક્ષિણ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં શનિવાર થી મંગળવાર એટલે કે તારીખ 4 થી 7 માર્ચ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 થી 6 માર્ચ દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
પૂર્વ મધ્ય પ્રદેશમાં 5 અને 6 માર્ચે અને વિદર્ભમાં 5 થી 7 માર્ચ સુધીમાં વરસાદ અને વાવાઝોડાનો પ્રકોપ જોવા મળશે તેવી શક્યતા છે. ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 3 દિવસ મજબૂત સપાટીના પવનો (80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની) સમભાવના છે.
ભારતીય હવામાન વિભાગ એ આ વાવાઝોડાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને શનિવારે પશ્ચિમ મધ્ય પ્રદેશ પર રવિવારે સમગ્ર MP અને સોમવારે અને મંગળવારે પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભ પર યલો એલર્ટ જારી કર્યુ છે. આ સ્થળોમાં રહેતા લોકોને હવામાન પરિસ્થિતિઓથી ‘જાગૃત’ રહેવા પણ વિનંતી કરવામાં આવી છે. દક્ષિણ કોંકણ અને ગોવામાં મહત્તમ તાપમાન 36-38°C સામાન્ય કરતાં 3-5°C ની વચ્ચે રહેવાની સંભાવના છે.
દક્ષિણ કોંકણ અને ગોવામાં 5 માર્ચથી મહત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે તેવી ધારણા છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, મધ્ય ભારતમાં આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. પરંતુ ત્યાર બાદ લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તેવી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.