હવે ભારતીય સેના રમી રહી છે ક્રિકેટ જ્યાં ભારતની સીમામાં આવી ગયેલા 42 ચીનાઓનો કચ્ચરઘાણ વાળી દીધો હતો- જુઓ દ્રશ્યો

ભારતીય સેના (Indian Army): લદ્દાખ (Ladakh) થી મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, ભારતીય સેના (Indian Army) એ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તેની ગતિવિધિઓ વધારી દીધી છે. ગેલવાન વેલી, પેંગોંગ લેકમાં હાફ મેરેથોન જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

ભારતીય સેનાના જવાનોએ LACની આસપાસના વિસ્તારોમાં ઘોડા (Horse) અને ખચ્ચર (Mule) થી સર્વે હાથ ધર્યો છે. હાલમાં દિલ્હીમાં G-20 કોન્ફરન્સના કાર્યક્રમો ચાલી રહ્યા છે. હાલમાં જ ચીનના વિદેશ મંત્રી અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ મળ્યા છે. તમને જણાવી દઈએ કે, જયશંકરે ચીન સાથેના સંબંધોને અસામાન્ય ગણાવ્યા છે.

આ દરમિયાન ભારતીય સેના દ્વારા ચીન સરહદ પર પોતાની ગતિવિધિઓ વધારવાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા ભારતીય સેનાએ તસવીરો શેર કરી હતી, જેમાં ભારતીય સેના પૂર્વ લદ્દાખમાં ક્રિકેટ રમતી જોવા મળી રહી છે.

જોકે, સેનાએ તે વિસ્તારનો ખુલાસો કર્યો નથી જ્યાં સૈનિકો ક્રિકેટ રમી રહ્યા છે. પરંતુ નકશા દ્વારા કહ્યું છે કે જ્યાં સેનાના જવાનો ક્રિકેટ રમી રહ્યા છે તે જગ્યા પેટ્રોલ પોઈન્ટ 14થી લગભગ 4 કિલોમીટર દૂર છે.

પેટ્રોલ પોઈન્ટ 14 એ જ જગ્યા છે જ્યાં જૂન 2020માં ચીની સેનાએ કપટી રીતે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના 20 જવાનો શહીદ થયા હતા. લાંબા સમય બાદ ચીને સ્વીકાર્યું હતું કે, તેના 5 સૈનિકો પણ માર્યા ગયા છે.

લેહથી કાર્યરત ભારતીય સેનાના 14 કોર્પ્સે ટ્વિટ કર્યું છે કે, પટિયાલા બ્રિગેડ, ત્રિશુલ ડિવિઝન દ્વારા શૂન્યથી નીચા તાપમાનમાં ઉચ્ચ ઉંચાઈવાળા વિસ્તારમાં સંપૂર્ણ ઉત્સાહ અને આનંદ સાથે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે અશક્યને શક્ય બનાવીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *