આગામી 2 દિવસ ગુજરાતીઓ માટે અતિભારે! આ વિસ્તારમાં મેઘરાજાનું જોવા મળશે રૌદ્ર સ્વરૂપ

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ખુબ વધ્યું છે. આગામી ત્રણ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ(Heavy Rain)ની આગાહી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા…

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ખુબ વધ્યું છે. આગામી ત્રણ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ(Heavy Rain)ની આગાહી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. આજની જ વાત કરવામાં આવે તો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી(Rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠામાં 28 જુલાઇ દરમિયાન લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યાં જ નદીના પટમાં તથા પાણીના ચાલુ પ્રવાહમાં પ્રવેશવાનું સાહસ ન કરવાની સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

બે દિવસ ભુક્કા કાઢશે વરસાદ:
આવનારા બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ ખાબકશે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં કુલ 231 તાલુકામાં વરસ્યો વરસાદ:
રાજ્યમાં કુલ 231 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ થરાદમાં 6 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે. આ સિવાય વડગામ અને સુઈ ગામમાં 3.5 ઈંચ વરસાદ, પાલનપુરમાં 3 ઇંચ વરસાદ, વાવમાં 2.7 ઈંચ વરસાદ, ખેડાના કઠલાલમાં પોણા 4 ઈંચ વરસાદ, મહેમદાવાદમાં 3 ઇંચ વરસાદ અને ખેરગામમાં પોણા 3 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે.

જયારે કચ્છના અંજાર અને ભરૂચના વાલીયામાં 2-2 ઈંચ વરસાદ, બાલાસિનોર, ભચાઉ, સંતરામપુર, કપરાડા અને ડાંગમાં 2-2 ઈંચ વરસાદ, હાંસોટ, ભુજ અને કડાણામાં પોણા 2 ઈંચ વરસાદ, વડોદરા, બોડેલી, વિજયનગર, દાંતીવાડા, મહેસાણામાં 2.5 ઈંચ વરસાદ તો સંખેડા, ફતેપુરા, હારીજમાં 2.5 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *