દેશના ઘણા વિસ્તારોમાં હવામાન બદલાઈ ગઈ છે. ઉત્તર ભારત (North India) ના ઘણા રાજ્યોમાં વાતાવરણ ખુશનુમા રહ્યું છે, પરંતુ તેલંગાણા (Telangana) માં વરસાદે સમસ્યા સર્જી છે. વરસાદના કારણે હૈદરાબાદ (Hyderabad) શહેર ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સવારથી પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ વરસાદ એટલો જોરદાર છે કે, રસ્તા પર ઉભેલા વાહનો પણ પાણીના વહેણમાં વહી ગયા અને રસ્તાઓ નદી બની ગયા છે. હૈદરાબાદની પદ્મ કોલોનીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વરસાદ(rain)નું પાણી નદીની જેમ રસ્તા પર વહી રહ્યું છે અને તેજ પ્રવાહ સાથે નીચાણવાળા વિસ્તાર તરફ જઈ રહ્યું છે.
આ દરમિયાન રસ્તા પર ઉભેલા વાહનો પણ તેની લપેટમાં આવી ગયા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. મધ્ય તેલંગાણાના સિદ્દીપેટ, યાદદ્રી-ભોંગીર, જાનગાંવ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
આ સાથે વારંગલ, હનમકોંડા, મહબૂબાબાદ, સરસિલ્લા, કરીમનગર, કામરેડ્ડી, ભદ્રાદ્રી-કોથાગુડેમના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે કહ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી સમગ્ર તેલંગાણામાં ભારે વરસાદ અને કરા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.