અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના આટલાં વિસ્તારોને ધમરોળશે વરસાદ

અવાર-નવાર ચોમાસા અંગે આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વખતે ચોમાસું વહેલા શરુ થઇ ગયું છે. હાલ જેઠ માસના પ્રારંભ સાથે જ મેઘરાજાના આગમનની પણ છડી પોકારાઈ ગઈ છે. ચોમાસાની ઋતુના ચાર મહિના પૈકી જેઠ માસના પ્રારંભ સાથે જ વરસાદ આવશે.

છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને સામાન્યથી મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે. આ દરમિયાન એક સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતા દ્વારા પણ આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્ટાનું ભેજના ઉંચા પ્રમાણના કારણે લોકો પરસેવે રેબઝેબ બની ગયા છે. અસહ્ય ઉકળાટ અને બફારાના કારણે લોકોને મુંઝારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.

જણાવી દઈએ કે, અમદાવાદમાં વરસાદની કોઈ આગાહી નથી. ઉલ્ટાનું ભેજના ઉંચા પ્રમાણના કારણે લોકો પરસેવે રેબઝેબ બની ગયા છે. અસહ્ય ઉકળાટ અને બફારાના કારણે લોકોને મુંઝારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન ખાતા દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત, બાકીના વિસ્તારમાં અને કચ્છમાં વાતાવરણ સુક્કું રહેશે. પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાશે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 39 ડિગ્રીને આંબી ગયો હતો. તીવ્ર ગરમીના કારણે તેમજ ઉકળાટના કારણે લોકો ખુબ જ હેરાન થયા હતા.

પાંચ દિવસ વરસાદની આગાહી
તા.14-હળવાથી ગાજવીજ સાથે મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ

તા.14થી 15-
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, પોરબંદર અને જુનાગઢ

તા.15થી 16-
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવ

તા.16થી 17-
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવ

તા.17થી 18-
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *