Marathon was held in Surat for the elimination of drugs: વધતા જતા ડ્રગ્સ વ્યસનની નાબુદી માટે જાગૃતિનાં ભાગરૂપે મોટા વરાછા ખાતે ભવ્ય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત અને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત રવિવાર વહેલી સવારે વરસતા વરસાદમાં 4Km ની આ મેરેથોનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, વિસ્તારની સોસાયટીઓના પ્રમુખઓ, જાગૃત નાગરિકો કુલ મળીને 5000 સભ્યોએ ભાગ લીધો હતો. આમ જુઓ તો સુરત શહેર ગુજરાતનાં વિકાસમાં ખુબ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે.
પરંતુ હાલ સુરતના ઘણા બધા યુવાનો ડ્રગ્સનાં રવાડે ચડી ગયા છે. એ પણ એક વાસ્તવિકતા છે. યુવા વર્ગ પણ લોકોને ઘણી આશાઓ હોય છે. વ્યસનથી દૂર રાખીને યુવાશક્તિનો જો વ્યવસ્થિત રીતે સદઉપયોગ થાય તો રાષ્ટ્રનાં વિકાસ માટે તેઓ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. તેઓને મોકો અપાય તો તે ઘણી બધી ક્રિએટિવિટી કરી શકે છે. એ વાત ધ્યાને લઈને યુવાનો વ્યસન છોડીને સારા કાર્યમાં આગળ વધે એ હેતુસર આ આયોજન કરાયું હતું.
રામચોક મોટા વરાછાથી પ્રારંભ થયેલી આ મેરેથોનમાં રોલર સ્કેટિંગ ઇન્ડિયાની ટિમ, બાસ્કેટ બોલ ટિમ, શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ 9 ફૂટનું ચંદ્રયાન 3, બેન્ડ, દ્રગ્સ અવેરનેસનાં બેનરો લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમાજ અને શહેરમાં આ દુષણ કેટલું વિકરાળ હશે એનો અંદાજો એના પરથી આવે છે કે ખુબ વરસાદ હોવા છતાંય સામાન્ય માણસથી લઈને સામાજીક આગેવાનો આ મેરેથોનમાં જોડાયા હતા.
વિધાર્થીઓ, વાલીઓ, જાગૃત નાગરિકોની સાથે ઉદ્યોગપતી વલ્લભભાઇ સવાણી, લવજીભાઇ બાદશાહ, કાનજીભાઈ ભાલાળા, દિનેશભાઇ નાવડીયા, સી.પી.વાનાણી, શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા,શૈલેશભાઇ રામાણી, હીરેનભાઈ ખેની ની સાથે સાથે બીજા અનેક ઉદ્યોગપતિઓ, શૈક્ષણિક આગેવાનો, સામાજીક અને રાજકીય આગેવાનોએ આ મેરેથોનમાં જોડાઈ ને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube