Rainy weather in north Gujarat: વિનાશક વાવાઝોડાની અસરે ગુજરાતમાં અષાઢી મહાલો છવાઈ ગયો છે. આકાશમાં છવાયેલા વરસાદી પાણીથી સૂર્યનારાયણ દેખાતા બંધ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ(Rainy weather in north Gujarat) અમીરગઢમાં નોંધાયો છે. અમીરગઢમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા એ જોરદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દાતામાં 5 ઇંચ,દાંતીવાડામાં 6.5 ઇંચ, પાલનપુરમાં 5 ઇંચ, સાતલપુરમાં 5 ઇંચ, ધાનેરામાં 5 ઇંચ, રાધનપુરમાં 6 ઇંચ, ડીસામાં 5 ઇંચ, દિયોદરમાં 4 ઇંચ, થરાડમાં 5 ઇંચ, સિધ્ધપુરમાં 4.5 ઇંચ, વાવમાં 3.75 ઇંચ, સરસ્વતીમાં 4 ઇંચ, પાટણમાં 2.5 ઇંચ, લાખણીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે પવન સાથે વરસાદ ના કારણે વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશે થયા છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાવાની સાથે જ જનજીવન ખોરવાઇ ગયું છે. સુઈગામ, ભાભર, વાવ સવિતા વિસ્તારોમાં ભારે પવનથી નુકસાન થયું છે તો અંબાજીમાં વાવાઝોડાને લઈને કાચું મકાન પણ ધરાશાયી થઈ ગયું છે. આ સાથે અનેક મકાનોના પતરા પણ ઉડી ગયા હતા. કેટલીક જગ્યાએ વૃક્ષોના થઈ ગયા છે.
અંતે ઉલ્લેખનીય છે કે વાવાઝોડાની અસરને પગલે ગઈકાલે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ભારથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.