ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજાની ફરીએક વાર ધમાકેદાર એન્ટ્રી, પાણી-પાણી થયા રસ્તાઓ

Rain In Ahmedabad: અમદાવાદ શહેરમાં મેઘરાજાની ફરી એક વાર એન્ટ્રી થઈ ચુકી છે. ગઈકાલ રાતથી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ વહેલી સવારે પણ ચાલુ રહ્યો. ત્રણ દિવસના આરામ પછી શહેરમાં ફરી વરસાદી(Rain In Ahmedabad) માહોલ જામતા લોકોને ગરમી અને બફારાથી ખુબ રાહત મળી છે.

શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ
શહેરના શાહપુર, જુના વાડજ, નવા વાડજ, શાહીબાગ, જગતપુર, રાણીપ, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ઝુંડાલ, SG હાઈવે, બોપલ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ઈસનુપુર, દાણીલીમડા, મોટેરા, આંબાવાડી, મેમનગર, સેટેલાઈટ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, જુહાપુરા, નરોડા, નારોલ સહિત તમામ વિસ્તારોમાં મેઘ મહેર મળી છે. વરસાદના કારણે શહેરમાં ઠેકઠેકાણે વરસાદી પાણી જમા થઈ ગયા છે. વરસાદના કારણે આજે સવારે રેઈનકોટ પહેરીને અને છત્રી લઈને બાળકો સ્કૂલે જતા જોવા મળી રહ્યા હતા.

વાતાવરણમાં પ્રસરી ઠંડક
તો વરસાદના કારણે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ છે. જેના કારણએ આજે વહેલી સવારે અમદાવાદીઓ ચાની કીટલીઓ પર ચાની ચુસ્કીની માણતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદમાં શુક્રવાર અને શનિવારે ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

શુક્રવાર અને શનિવાર અમદાવાદ માટે ‘ભારે’
સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર શહેરમાં શુક્રવારે અને શનિવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં પણ આ બંને દિવસ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. બીજા તરફ કહીએ તો રાજ્યમાં ફરી ચોમાસું જામવાનું છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 6, 7, અને 8 જુલાઈએ પણ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *