રાજસ્થાન(Rajasthan)ના બુંદી(Bundi)માં ભાજપ(BJP)ની મહિલા ધારાસભ્યએ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે ટાંકી પર ચઢીને વિરોધ(Protest) કર્યો હતો. ભાજપના ધારાસભ્ય ચંદ્રકાન્તા મેઘવાલ વિસ્તારમાં ચોરી, લૂંટ અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દાને લઈને પોલીસ સામે વિરોધ કરી રહ્યા હતા.
મામલો બુંદી જિલ્લાના કપરેનનો છે. ભાજપના ધારાસભ્ય ચંદ્રકાન્તા મેઘવાલ, ભાજપ જિલ્લા અધ્યક્ષ ચિતારલાલ રાણા સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ટાંકી પર ચડીને પોલીસ પ્રશાસન સામે 10 કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં દરરોજ ચોરી અને લૂંટની ઘટનાઓ બની રહી છે. પરંતુ પોલીસ તેમને રોકવામાં નિષ્ફળ રહી છે.
ભાજપના ધારાસભ્ય ચંદ્રકાન્તા મેઘવાલે કહ્યું કે છેલ્લા 15 દિવસમાં કપરેનમાં ચોરી અને લૂંટની 15 ઘટનાઓ સામે આવી છે. તેમાંથી 25-30 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. પરંતુ પોલીસ એક પણ ઘટનામાં આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે. આ મામલામાં ભાજપના ધારાસભ્યએ તેમના સમર્થકો સાથે જિલ્લા વહીવટીતંત્રને કાર્યવાહી કરવા માટે 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ પોલીસ પ્રશાસનને સફળતા ન મળતા ભાજપના ધારાસભ્યએ આ અનોખી રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું.
ધારાસભ્ય ચંદ્રકાન્તા મેઘવાલનો ટાંકી પર વિરોધ 10 કલાક સુધી ચાલુ રહ્યો. આ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ તેમની સાથે રહ્યા હતા. મેઘવાલે પોલીસ બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે પોલીસે આ કેસોમાં ખુલાસો કરવો જોઈએ. આરોપીઓને પકડવા જોઈએ અને દોષિત પોલીસકર્મીઓને દૂર કરવા જોઈએ. તેનાથી કાયદો અને વ્યવસ્થા મજબૂત બને છે.
અધિક જિલ્લા કલેક્ટર અને અધિક પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોંચ્યા અને ધારાસભ્ય ચંદ્રકાન્તા મેઘવાલ સાથે વાત કરી. આ દરમિયાન તેણે બે પોલીસકર્મીઓને લાઈનમાં હાજર થવાનો આદેશ આપ્યો. આ પછી ધારાસભ્ય ચંદ્રકાન્તા મેઘવાલે પોતાનું પ્રદર્શન સમાપ્ત કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.