રાજસ્થાન: રાજ્યમાં અવારનવાર આપઘાત(Suicide)ના બનાવો બનતા હોય છે. તેવામાં શનિવારે રાજસ્થાન(Rajasthan)ના એક બીએસસી નર્સિંગ(BSc Nursing)ની 22 વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટના ચુુરુમાં આવેલા ધર્મસ્તૂપ પાસે એક ભાડાના મકાનમાં રહેતી બીએસસી નર્સિંગની પ્રિયંકા કટેવા(Priyanka Katwa) સાથે ઘટી હતી. તેને શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ ઘટના સ્થળની તપાસ કરતા તેને પ્રિયંકાએ લખેલી સ્યૂસાઇડ નોટ(Suicide note) મળી હતી.
સુસાઇડ નોટમાં તેને જણાવ્યું હતું કે, હું દુનિયાથી પરેશાન છુ, આ દુનિયા એકદમ સ્વાર્થી છે, તમે ગમે તેટલાં સારો હો લોકો તમને સમજી શકતા નથી, બાળપણમાં જે રીતે મારી ભૂલોને માફ કરતા હતા. તેવી રીતે આ પણ મારી ભૂલ સમજીને માફ કરી દેજો, માતા-પિતા જેવો પ્રેમ દુનિયામાં કોઇ કરી શકતો નથી, I love you મમ્મી-પપ્પા એન્ડ ફેમિલી, કુછ તો લોગ કહેંગે લોગોકા કામ હે કહેના.
પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, પ્રિયંકા કટેવા મૂળ ઝુંઝનૂંની રહેવાસી હતી અને ચરુમાં બીએસસી નર્સિંગનો અભ્યાસ કરતી હતી. તે ઇંદ્રા માર્કેટમાં એક મકાન ભાડે રાખીને રહેતી હતી. રવિવારે સવારે પ્રિયકાં રૂમમાંથી બહાર આવી ન હતી. તેથી મકાન માલિક અને પડોશીઓએ પ્રિયંકાને અવાજ આપ્યો હતો. પરંતું અંદરથી કોઇ જવાબ મળ્યો ન હતો. તેથી લોકોએ બારીમાંથી જોયું તો પ્રિંયકા ફાંસી ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ જોઇને લોકો ચોકી ગયા હતા.
જાણવા મળ્યું છે કે, નર્સિંગના બીજા વર્ષનું પરિણામ શનિવારે જાહેર થયું હતું. શનિવારે સાંજે પ્રિયંકાએ પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. તેની મહેનત જેટલું પરિણામ આવ્યું ન હતું તેથી તે દુઃખી હતી. મકાન માલિકે પોલીસને જણાવ્યું હતું કે, શનિવારે અમારા પરિવારમાં એક મહિલા બિમાર હતી. તો પ્રિયંકાએ ડ્રીપ ચડાવવા આવી હતી. તે દરમિયાન પ્રિયંકા એકદમ નોર્મલ લાગતી હતી. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને પ્રિયંકાના આત્મહત્યાના કારણોની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.