હાલ સમગ્ર દેશભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે, લોકો ધામધૂમથી લગ્ન ઉજવી રહ્યા છે. એમાં પણ ઘણા લોકો તો લગ્નમાં લાખો-કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દે છે. ત્યારે આવા જ એક લગ્ન સામે આવ્યા છે, જેમાં એક પિતાએ દીકરીના લગ્નમાં ચાંદીના સોફા અને ડાઇનિંગ ટેબલ આપ્યા હતા. આટલું જ નહિ પુરા લગ્ન એટલા આલીશાન હતા કે આજે ચારેબાજુ આ લગ્નની ચર્ચા થઇ રહી છે.
વરરાજો હેલીકોપ્ટરમાં… જાનૈયા વિન્ટેજ કારમાં, ઊંટ-બળદ ગાડી અને બગીમાં… જાનૈયાને આવકારવા માટે લગભગ 10 કિલોમીટર સુધી રસ્તાના કિનારે શહનાઈઓ વાગી રહી હતી. વિવિધ સ્થળોએ ઉભા કરાયેલા શાહી દરવાજાઓ પર પંજાબ અને નાસિકના બેન્ડ્સથી સ્વાગત કરવામાં આવ્યું હતું. એવું લાગતું હતું કે જાણે કોઈ સામાન્ય નહિ પણ રાજા મહારાજાની શાહી જાન આવી હોય.
पाली के बिजनेसमैन ने की शाही शादी pic.twitter.com/XOtNdog9aV
— Ola Movie (@ola_movie) February 27, 2023
આ યાદગાર લગ્ન 22 ફેબ્રુઆરીના રોજ પાલીના જૈતરન વિસ્તારના મોહરાઈ ગામમાં થયા હતા. ઉદ્યોગપતિ મહેન્દ્ર સિંહ સેવાડ (રાજપુરોહિત)એ તેમની પુત્રીને 2 કિલો સોનાના ઘરેણાં, 100 કિલોના ચાંદીના ઘરેણાં, ફર્નિચર અને વાસણો, SUV કાર અને બંગલો પણ ભેટમાં આપ્યો. વિદાય સમયે લાખો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. મોહરાઈથી લગભગ 5 કિમી દૂર એક રિસોર્ટમાં જાનૈયાના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મહેન્દ્રસિંહ સેવાડનો બેંગ્લોરમાં પ્રોપર્ટીનો બિઝનેસ છે. ઉપરાંત, પાઈપોનું ઉત્પાદન કરતી ઘણી ફેક્ટરીઓ છે. મહેન્દ્રસિંહ હાલ મોહરાઈ ગામમાં રહે છે. તેમની પુત્રી વંશિકાના લગ્ન પાલીના ભેસણા ગામના રહેવાસી લક્ષ્મણ સિંહ જગરવાલના પુત્ર કુલદીપ સિંહ જગરવાલ સાથે થયા છે. કુલદીપ સિંહ પણ એક બિઝનેસમેન છે.
મહેન્દ્ર સિંહે જણાવ્યું કે, પાઈપ બનાવવાની ઘણી ફેક્ટરીઓ છે. પુણે સહિત અનેક શહેરોમાં તેનો બિઝનેસ ફેલાયેલો છે. મૂળભૂત રીતે તે મોહરાઈ ગામનો રહેવાસી છે. તેઓ તેમની પુત્રી વંશિકાના લગ્નને યાદગાર બનાવવા માંગતા હતા. તેથી પિતા બાબુ સિંહ રાજપુરોહિત, મોટા ભાઈ ધગલ સિંહ રાજપુરોહિત સાથે આ વિશે વાત કરી. બધાની સંમતિ બાદ ધામધૂમ થી લગ્ન કરવામાં આવ્યા.
પિતાએ જણાવ્યું કે દીકરીના લગ્ન સમૃદ્ધ પરિવારમાં થયા છે. તે પણ બિઝનેસ ફેમિલીમાંથી છે. પુત્રીના લગ્ન માટે, વરરાજા કુલદીપ સિંહ જગરવાલ તેમના વતન ગામ ભેસણાથી હેલિકોપ્ટર દ્વારા જાન સાથે મોહરાઈ પહોંચ્યા હતા. જાનનું સ્વાગત મોહરાઈથી લગભગ 5 કિલોમીટર પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વરરાજાને હાથી પર બેસાડવામાં આવ્યો હતો. અને બારાતીઓને ઘોડા, ઊંટ, બગીઓથી શણગારેલી બળદગાડી અને વિન્ટેજ કારમાં બેસાડીને સમોખીથી મોહરાઈ સુધી લઈ જવામાં આવ્યા હતા.
આ શાહી જાન જોવા માટે હજારો લોકોની ભીડ જોવા મળી હતી. રસ્તાઓં પણ જામ થઇ ગયા હતા. 5 થી 10 કિલોમીટર લાંબી જાન માં શરણાઈ વગાડવામાં આવી હતી. જયપુર, પંજાબ અને નાસિકથી બેન્ડ અને વિવિધ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. ઊંટ-ગાડીઓ પર શાહી ઢોલ-નગારાં શણગારવામાં આવ્યાં હતાં. ઠેર-ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રોયલ દરવાજા પણ સ્થાપિત કરાયા હતા.
લગ્નમાં સેંકડો વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. જમવા વાળા પણ વિચારમાં પડી ગયા કે શું લેવું કે શું ન લેવું. આ આયોજન જયપુર હાઈવે પર ભાકરવાસ પાસેના રિસોર્ટ શીતલ ભૂમિમાં કરવામાં આવ્યું હતું. રિસોર્ટને પણ શણગારવામાં આવ્યું હતું. રંગબેરંગી રોશનીથી રિસોર્ટ દૂરથી જ ચમકી રહ્યું હતું. વિવિધ વેશભૂષામાં કલાકારો લોકોનું મનોરંજન કરી રહ્યા હતા. બહારગામથી આવતા હજારો મહેમાનો માટે પણ ખાસ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદાય સમયે રાજપુરોહિત પરિવાર વતી લાખો રૂપિયાની વર્ષા કરવામાં આવી હતી. પૈસા લેનારાઓ કહેવા લાગ્યા કે આ તેમના જીવનના પ્રથમ લગ્ન છે.
વંશિકાના પિતાએ કહ્યું- મારા પરિવાર દ્વારા લગભગ 2 કિલો સોનાના ઘરેણા અને 100 કિલો ચાંદીના ઘરેણા ભેટમાં આપવામાં આવ્યા હતા. આમાં ચાંદીના વાસણો અને ચાંદીના પલંગ, સોફા-સેટ, ડાઇનિંગ ટેબલ પણ સામેલ છે. આ સાથે પુત્રીને માથાથી પગ સુધી પહેરવા માટે આશરે 3 કિલો સોનાના ઘરેણા ભેટમાં આપ્યા હતા. SUV-700 કાર, સ્કૂટી, બેંગલુરુમાં 12 હજાર ચોરસ ફૂટની ફેક્ટરી, 30×40 પ્લોટ, પાલીના હાઉસિંગ બોર્ડમાં 2 વીઘા જમીન, એક કરોડ 8 લાખની FD. બેંગ્લોરમાં આપવામાં આવેલી ફેક્ટરીનું માસિક ભાડું 1 લાખ રૂપિયા હશે.
લગ્નમાં પુરા દિલથી દાન પણ કરવામાં આવ્યું. વંશિકાના દાદા બાબુ સિંહ રાજપુરોહિતની ઈચ્છા પર તેમના પુત્રો મહેન્દ્ર સિંહ અને ધગલ સિંહે પણ સામાજીક સંસ્થાઓમાં પૂરા દિલથી યોગદાન આપ્યું. દીકરીના લગ્ન પ્રસંગે તેમણે શ્રી ચામુંડા માતા ગૌશાળા સેવા સમિતિ મોહરાઈમાં સત્સંગ પંડાલ બનાવવા માટે 25 લાખ રૂપિયા આપ્યા હતા. સત્ય પ્રેમ કરુણા સેવા સંસ્થાન, જોધપુરને અનાથ અને વિકલાંગ વિદ્યાર્થીઓ માટે મકાન નિર્માણ માટે 5 લાખ 55 હજાર 555 રૂપિયા આપવામાં આવ્યા હતા. ધર્મસ્થળા મંજુનાથ સ્વામી આશ્રમમાં 1 લાખ 1 હજાર, ગામની દરેક 10 ધાર્મિક મંદિર સેવા સમિતિઓમાં 5100-5100 રૂપિયા આપવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.