કૂતરાનો શિકાર કરવા આવ્યો હતો આ ભૂખ્યો દીપડો. જાણો પછી જે થયું તે જોઇને ચોંકી જશો. જુઓ વિડીયો

સામાન્ય રીતે જંગલના દરેક પ્રાણીઓ ખૂબ જ તાકતવર હોય છે. અને ખાસ કરીને દીપડો પણ તાકાતવાર પ્રાણીમાં ગણવામાં આવે છે. તેનો એક હુમલો આપણો જીવ પણ લઈ શકે છે. ઘણા એવા વિડિયો વાયરલ થઈ ચૂક્યા છે કે જેમાં દીપડાએ કોઈ વ્યક્તિ અથવા કોઈ પ્રાણી સાથે લડાઈ થઇ હોય અને આખરે દિપડો સામેવાળાને પરાજય આપે છે. અને વધુ માત્રામાં દીપડાની જ જીત થાય છે.

પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે કે દીપડાની જંગ એક સામાન્ય કુતરા સાથે થાય છે. એક એવો વિડિયો વાઇરલ થયો છે કે જેમાં દીપડાને પણ પરસેવે નવડાવી દે છે આ કૂતરો. જ્યારે દીપડો ભૂખ્યો થાય છે ત્યારે શિકાર ઉપર નીકળે છે અને તેને એક કૂતરું દેખાય છે અને સીધો જ તેની ઉપર તરાપ મારે છે. ત્યારે આ કૂતરો ઉભો થઈને અચાનક જોરજોરથી ભસવા લાગે છે. અને આખરે દીપડાને ભગાવી દે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ ચૂક્યો છે.

વિડિયો રાજસ્થાનના જયપુરમાં સફારી પાર્કનો બતાવવામાં આવી રહ્યો છે. વિડીયો માં જોઈએ તો એ કૂતરો રસ્તાની વચ્ચે સૂતો છે અચાનક તેની ઉપર દીપડો તરાપ મારે છે. થોડી લડાઈ પછી કુતરો જોરજોરથી ભસવા લાગે છે. લાંબા સમયના અંતે હારીને દિપડો પાછો જંગલમાં ચાલ્યો જાય છે.

Loading...

અહીં આપેલો વીડિયો એક પ્રવાસીએ ઉતારેલો છે. અને આ વિડીયો તે જ વ્યક્તિએ youtube માં પણ અપલોડ કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો અને લાખો લોકોએ જોઈ નાખ્યો છે. અને દરેક લોકો વિચારી રહ્યા છે કે કૂતરાએ કેવી રીતે દીપડાને હરાવીને પાછો જંગલમાં મોકલી દીધો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.