કોરોનાની મહામારીનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે, હાલમાં સરકાર તરફથી કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
એમ છતાં હજુ પણ લોકોમાં કોરોના ટેસ્ટને લઇ એટલી જાગૃતતા જોવા મળી રહી નથી. લોકો કોરોના ટેસ્ટ કરાવાને લઇને ડર અનુભવતા હોય છે ત્યારે રાજ્યમાં આવેલ રાજકોટમાં માત્ર 10 વર્ષના બાળકે ગાંધીજી બનીને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો તેમજ લોકોને ટેસ્ટ કરાવવા માટેનો સંદેશ આપ્યો હતો.
એક બાજુ સરકાર લોકોને કોરોના ટેસ્ટ તથા સામાજિક જાગૃતતા માટે કાર્ય કરી રહી છે તો બીજી બાજુ રાજકોટમાં માત્ર 10 વર્ષના બાળકે મહાત્મા ગાંધી બનીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો તેમજ લોકોને ટેસ્ટ કરાવવા માટેનો સંદેશ આપ્યો છે. આ બાળકનું નામ વિહાન છે.
રાજકોટનાં માત્ર 10 વર્ષીય બાળકે કોરોના મહામારીમાં મોટો સંદેશ આપવાનું કાર્ય કર્યું છે. ભારતમાં રોજ કુલ 80,000થી પણ વધુ પોઝિટિવ કેસ આવે છે. લોકો કોરોના ટેસ્ કરાવવાથી ગભરાઇ રહ્યાં છે. એવા સમયમાં વિહાને ગાંધીજી બનીને ટેસ્ટ કરાવ્યો છે. જો આજે ગાંધીજી જીવિત હોત તો તેઓ પણ ટેસ્ટ કરાવતાનો સંદેશ આપ્યો છે.
આની સાથે જ બાળકે જણાવતાં કહ્યું કે, કોરોના ટેસ્ટથી ડરવું ન જોઇએ. રાજકોટની ફ્રિડમ યુવા સંસ્થા દર વર્ષે ગાંધી જયંતીના દિવસે ગાંધી વિચાર યાત્રાની સાથે રેલી કાઢવામાં આવે છે પણ હાલમાં કોરોનાને લીધે રેલીની પરવાનગી આપવામાં આવી નથી ત્યારે ગાંધીજીના સહારે કોરોનાનો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Gujarat: A 10-year-old boy from Rajkot dressed up as Mahatma Gandhi and went for his #COVID19 test.
He said, “My swab samples have been taken for coronavirus test. People should not be apprehensive about the test. Our country will be healthy only if we cooperate.” (29.09.2020) pic.twitter.com/pfFoSwsgUb
— ANI (@ANI) September 30, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle